Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

દ્વારકાને માંસાહારી બનાવવા દેશના ગદારો અને વિદેશીઓનો હાથઃ ગુજરાતમાં દારૂબંધીની જેમ માંસાહાર ઉપર પ્રતિબંધ જરૂરી

દ્વારકા યાત્રાધામમાં માસાહારના વેચાણ સામે શારદાપીઠના સ્વામીનારાયણનંદજીનો આક્રોશ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૧પઃ સમગ્ર ગુજરાતના મોટા શહેરોમાં છેલ્લા એક સપ્તાહથી માંસાહાર જાહેરમાં આવેલા હાટડાઓ સતાવાળાઓએ બંધ કરાવી રહયા છે. ત્યારે દ્વારકા યાત્રાધામમાં પણ ખુલ્લેઆમ દ્વારકાધીશ મંદીરથી રૂક્ષ્મણી મંદીર સુધી જાહેરમાં થતા વેચાણ બંધ કરાવવા આજે દ્વારકા શારદાપીઠમાં સનાતન ધર્મના સ્વામી નારાયણનંદજીએ પત્રકાર બોલાવી ભારે આક્રોશ સાથે ભગવાન શ્રી કૃષ્ણની ભુમી ઉપર થતી માંસાહારની પ્રવૃતિને દેશના ગદારો અને વિદેશી ષડયંત્રનો દ્વારકા ભોગ બની રહયાનું જણાવ્યું હતું.

શારદાપીઠની ગુરૂ ગાદી ઉપરથી મળેલી પત્રકાર પરીષદમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણભાઇ સામાણી, દેવભુમી દ્વારકા જીલ્લાના પ્રમુખ ઇશ્વરભાઇ અને ગુગળી જ્ઞાતિના પ્રમુખ અશ્વીનભાઇ પુરોહીત વિગેરે પણ પત્રકાર પરીષદમાં જોડાયા હતા અને માંસાહારના હાટડાઓ શહેરમાંથી હટાવવા જણાવ્યું હતું.

નારાયણજીએ આક્રોશ ભર્યા તેજાબી શબ્દોમાં સાફ સાફ જણાવ્યું હતું કે દ્વારકાની ગરીમાં અને પ્રવિત્રતાને માંસાહારના વેચાણથી હિન્દુ ધર્મને અને દ્વારકાની ભુમીને બટ્ટો લાગી રહયો છે. શહેરમાં વિદ્યાલયો, કોલેજો અને શાળાઓ સહીતના ધર્મસ્થાનો આસપાસ માંસાહારનું વેચાણ બંધ થવુ જોઇએ.

દ્વારકામાં માંસાહારના વેચાણથી સમગ્ર દેશ-દુનિયામાં હિન્દુ ધર્મનો મેસેજ ખરાબ જાય છે અને ૧૯૮પ-૮૬ના વર્ષમાં શંકરાચાર્ય સ્વરૂપાનંદજી દ્વારકાની ગાદી સંભાળી ત્યારે કાંદા અને લસણ પણ સ્ૈેચ્છીક લોકો ખાતા ન હતા. જયારે વર્તમાનમાં પવિત્ર શ્રીકૃષ્ણની નગરીમાં માંસાહારનું વેચાણ એ પ્રશાસન માટે શરમજનક બાબત છે. જો મથુરા સહીતના ધર્મના ક્ષેત્રોમાં માંસાહાર ઉપર પ્રતિબંધ લગાવી શકાય તો કૃષ્ણની કર્મભુમી દ્વારકામાં શા માટે નહી તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો.

નારાયણનંદજીએ વધુમાંકહયું હતું કે હિન્દુ દેવી દેવતાઓની દ્વારકા ભુમીમાં માંસાહારના ષડયંત્રને બંધ કરાવીને દ્વારકા ખાતે આવતા લાખો યાત્રીકો મારફત માંસાહાર પ્રતિબંધનો દાખલો બેસાડવો જોઇએ. જેથી યાત્રીકો માંસાહારનો સંદેશ દેશ-દુનિયા પહોંચતો કરી શકે જેથી પણ દ્વારકાને માંસાહાર મુકત કરવુ જોઇએ.

દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ અને દ્વારકાધીશજીની ધ્વજાજીનું સંચાલન કરતા અશ્વીન પુરોહીતે પણ દ્વારકાધીશ મંદિરથી રૂક્ષ્મણી મંદિર વિસ્તારમાં અને શહેરના અનેક વિસ્તારોમાં થતા વેચાણ ઉપર પ્રતિબંધ લાવી વેચાણ માટે શહેરની બહાર અલગ જગ્યા તંત્રએ નક્કી કરવી જોઇએ તેવું જણાવ્યું હતું. (૪.૧૧)

દ્વારકામાં માંસાહાર ઉપર પ્રતિબંધ લાવવા ધનરાજ નથવાણીએ પણ ટ્વીટ કર્યુ

દ્વારકાના રૂક્ષ્મણી મંદિર અને દ્વારકાધીશ મંદિરના સંલગ્ન માર્ગો ઉપર જાહેરમાં માસાહારના વેચાણ ઉપર પ્રતિબંધ લાવવા દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ ટ્વીટરના માધ્યમથી અવાજ ઉઠવાયો છે. અને જણાવ્યું છે કે સત્તાવાળાઓ આ પ્રશ્ને પ્રતિબંધ લાવીને દ્વારકાનું ધર્મમ્ય વાતાવરણ જાળવી રાખવું જોઇએ.

(11:24 am IST)