Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ખંભાળીયામાં સુતારની દુકાનમાં આગઃ લાકડા ભસ્‍મીભૂત

ખંભાળીયા તા.૧પ : ટાઉન હોલ પાસે આવેલ એક સુતારની દુકાનમાં શોટ સરકીટ કે અન્‍ય કારણોસર લાકડામાં આગ ફાટી નીકળતા જવાળાઓ દુર સુધી દેખાઇ હતી.
બનાવની જાણ થતા ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમાર તથા નજીકમાં પ્રસંગમાં આવેલા શાસક પક્ષના નેતા દિલીપભાઇ ઘઘડા ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા.
ફાયરના જવાનો તથા સ્‍ટાફ દ્વારા રાત્રે ૧રાા થી રાા સુધી કાર્યવાહી કરીને આગ કાબુમાં લઇને અન્‍યોને નુકશાન થતું અટકાવ્‍યું હતું આગમાં મોટા પ્રમાણમાં લાકડા તથા લાકડાનું ફર્નિચર ભસ્‍મીભૂત થઇ ગયું હતું


 

(11:16 am IST)