Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

લેખક સ્‍વર્ગસ્‍થ રસિકલાલ મહેતા (બાવલા)ના સોશિયલ મીડિયામાં ચેનલ શરૂ થશે

શ્રીધર પ્રોડકશન અને ભુવનેશ્વર પંડયા દ્વારા જવાબદારી સંભાળવવામાં આવી

ગોંડલ,તા. ૧૫ : ગુજરાતી કોમિક મ્‍યુઝિક પેરોડી અને એ પણ હાસ્‍ય અને વ્‍યંગ ના સમયની સાથોસાથ એક તડકતું ભડકતું ટકાટક ટાઇટલ ‘આપણે મિડલ ક્‍લાસ મોંઘવારી ફર્સ્‍ટ ક્‍લાસ' ના નામથી ચેનલ શરૂ થનાર છે.
ચો તરફ થી મોંઘવારીના મારથી અધમૂઆ થયેલા આજના મિડલ ક્‍લાસ વ્‍યક્‍તિની વ્‍યથાને વર્ણવતું ગુજરાતી કોમેડી સોંગ વિશ્વના તમામ ગુજરાતીઓને પેટ પકડીને ખડખડાટ બત્રીસી દેખાડીને બંધ મો એ ખુલ્લા દિલે હસાવવા અને અત્‍યારના યુગમાં મનોરંજન સાથે સાથે હળવા ફૂલ બનાવવા સોશિયલ મીડિયામાં ચેનલ શરૂ થઈ રહી છે.
ગીતના મૂળ રચયિતા લેખક પ્રેરક સાહિત્‍યસર્જક સ્‍વર્ગસ્‍થ રસિકલાલ મહેતા જામનગર જિલ્લાના એક નાના એવા તાલુકાના બાવલા ગામના એક મુઠ્ઠી ઉંચેરા માનવી હતા.
જેઓએ પોતાના જીવન દરમિયાન અંદાજે સોએક વિષયો પર નાટકો ઉપરાંત સુગમ ગીતો, લોકગીતો, ભક્‍તિ ગીતો, ભજનો બાળગીતો, દેશભક્‍તિ ગીતો, બાળનાટકો, ગઝલો, છંદ , કોમિક ગીતો, કોમેડી નાટકો, જેવું દ્યણું સાહિત્‍ય સર્જન કર્યું હતું તેમના લખેલા અને કમ્‍પોઝ કરેલાં ઘણાં ગીતો તેમના સમયમાં રેડિયોમાં પણ રજૂ થતાં રહેતા, કલા અને સાહિત્‍ય નો એવો દૂરંદેશી ધરાવતો જીવડો કે તેમના વડે વર્ષો પહેલા લખાયેલી રચનાઓ આજે પણ વર્તમાનમાં થતી જણાય છે.
નિર્દોષ હાસ્‍ય એક અદ્વુત જડીબુટ્ટી છે અને સાહિત્‍ય એક રસ દાળ થાળી છે જે હાસ્‍ય સાથે લેવાથી માનસિક બળ વધે છે અને તાકાત સહન શક્‍તિ વધે છે, વર્તમાન સમયમાં માણસ અનેક સમસ્‍યાઓથી દ્યેરાયેલો છે એક સાંધે અને તેર તૂટે એવી સ્‍થિતિ છે આવક અને જરૂરી ખર્ચ માટે આમદની આઠ આની અને ખર્ચ રૂપિયા જેવો દ્યાટ છે જેની સીધી કે આડકતરી અસર માનસપટ પર થાય છે કે માનવી તાણ અને ત્રાસનો ભોગ બની રહ્યો છે આંચકો તો ખાલી ધરતીકંપના જ નહીં પરંતુ દર મહિને હપ્તા ભરવાના પણ આવે જ છે આવા ટેન્‍શનના યુગમાં લોકોને હળવાફૂલ થવા સોશિયલ મીડિયામાં ચેનલ શરૂ થઈ રહી છે.

 

(10:37 am IST)