Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સુરેન્‍દ્રનગર ખરીદી કરવા આવેલ

બાળા ગામના દંપતિને રિક્ષાએ હડફેટે લેતા યુવાનનું મોત

વઢવાણ,તા.૧૫: સુરેન્‍દ્રનગર શહેરમાં બોસ્‍ટન હોટલ નજીક વઢવાણ તાલુકાના બાળા ગામથી ખરીદી માટે આવેલા એક્‍ટિવા બાયક સવાર દંપતિને રીક્ષા ચાલકે અડફેટે લેતા ઘટનાસ્‍થળે પત્‍નિ સામે પતિનું મોત નિપજયું આ ઘટનાના મામલે મૃતકના પત્‍નિએ રીક્ષા ચાલક સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રાકેશભાઈ બળદેવભાઈ ઝીંઝુવાડીયા અને તેમના પત્‍નિ કોમલબેન બંન્ને પતિ પત્‍નિ એક્‍ટિવા બાઇક લઈને મેઈન બજારમાં ખરીદી કરવા આવેલા દંપતિને શહેરની બોસ્‍ટન હોટલ નજીક પસાર થતા સમયે સામેથી રોંગ સાઈડમાંથી આવેલ રિક્ષા જીજે ૧૩ એ.ટી ૩૦૦૦ નંબરની રીક્ષા ચાલકે અડફેટે લેતા અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં બાળા ગામના ૩૦ વર્ષના રાકેશભાઈ ઝીંઝુવાડીયાનું દ્યટનાસ્‍થળે મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી અને માર્ગ અકસ્‍માતમાં બાળા ગામના યુવાનનું મોત નિપજતા પરિવારમાં અને સમાજમાં શોકનો માહોલ છવાયો હતો. અને આ અકસ્‍માતની દ્યટનાના રાકેશભાઈના પત્‍ની કોમલબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર અર્થે હોસ્‍પિટલ માં ખસેડવામાં આવ્‍યા હતા. અને અકસ્‍માતની દ્યટના અંગે અકસ્‍માત સર્જી ફરાર થયેલ અજાણ્‍યા રીક્ષા ચાલક સામે કોમલબેન રાકેશભાઈ ઝીંઝુવાડીયાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ દ્યટના અંગે વધુ તપાસ એ ડીવીઝન પોલીસ રિક્ષા નંબરના આધારે રીક્ષા માલિકની તપાસ હાથ ધરી છે.

 

(10:35 am IST)