Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મોરબી શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ, કોષાધ્યક્ષ સહિતના હોદેદારોની વરણી.

મોરબી શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં શહેર ઉપાધ્યક્ષ તરીકે દિનેશભાઈ બાર અને શહેર કોષાધ્યક્ષ તરીકે સંજય રાતડીયા, મોરબી શહેર માલધારી સેલ પ્રમુખ તરીકે મહેશભાઈ ભુંભરીયા અને ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ ભરવાડની વરણી કરવામાં આવી છે
જે તમામ હોદેદારોની વરણી બદલ માલધારી સેના પ્રમુખ ધર્મેશભાઈ (ધારાભાઇ) જીલ્લા મંત્રી જયેશભાઈ ખાંભલા સહિતના અગ્રણીઓએ હોદેદારોની વરણીને આવકારી હતી અને હારતોરા કરીને શુભકામનાઓ પાઠવી હતી.

(11:59 pm IST)