Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે.

મોરબી :  ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આગામી તા. ૧૯-૧૨-૨૧ ના રોજ મોરબી ખાતે ઓપન ગુજરાત ડાંસ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે

ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા તેર વર્ષથી મોરબીમાં ઓપન ગુજરાત ડાંસ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવે છે જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી સ્પર્ધકો ભાગ લેવા પહોંચે છે સ્પર્ધામાં પાંચ વર્ષથી સાઈઠ વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લઇ સકે છે દરેક સ્પર્ધકને શિલ્ડ અને સર્ટીફીકેટ આપવામાં આવે છે
ચાલુ વર્ષે આગામી તા. ૧૯ ડીસેમ્બરને રવિવારના રોજ દશાશ્રી માળી વણિક ભોજનશાળા મોરબી ખાતે ઓપન ડાંસ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે વધુ માહિતી માટે પ્રોગ્રામ ઓર્ગેનાઈઝર પ્રતિક મંડીર મોબાઈલ નંબર ૬૩૫૬૨ ૬૨૬૨૫ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

(11:56 pm IST)