Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મોરબીમાં પરિવારથી વિખુટા પડેલા બે બાળકોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું.

મોરબીમાં ગઈકાલે પરિવારથી વિખુટા પડેલા બે બાળક મળી આવ્યા હોય જેને ચાઈલ્ડ લાઈન ટીમે ઓફીસ ખાતે આશ્રય આપી પરિવારની શોધખોળ ચલાવી હતી અને બાળક ભાવનગર જીલ્લાના વતની હોય જેનો પત્તો મેળવીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું
મોરબી ખાતે બે બાળક મળી આવતા ચાઈલ્ડ લાઈન ટીમે મોરબી ઓફીસ ખાતે બાળકોને આશ્રય આપી માતાપિતાની તપાસ ચલાવી હતી જેમાં બાળકોના વાલી ભાવનગર જીલ્લાના ધોળા ગામના હોવાનું જાણવા મળ્યું હતું જેનો સંપર્ક કરીને બાળકોના નાનાને મોરબી ઓફિસે બોલાવ્યા હતા અને બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજુ કરી બાળકોના દસ્તાવેજ ચકાસણી કરીને બાળકો નાનાને સોપવામાં આવ્યા હતા
જે કામગીરીમાં ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ મોરબી ટીમના કો ઓર્ડીનેટર રાજુભાઈ ચાવડા, ટીમના સભ્ય નમીરા બ્લોચ, કિરણબા વાઘેલા, ભાવેશ ચૌહાણ, અંકિતા ચૌહાણ અને પ્રવીણભાઈ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, બાળ સુરક્ષા એકમ મોરબી અને મોરબી બી ડીવીઝન પોલીસ ટીમે સંકલન કરી બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

(12:03 am IST)