Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં આગના કારણે થયેલ નુકશાની વળતરના ખેડૂતોને ચેક અર્પણ કર્યા.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળી પહેલા આગ લાગતા કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો જેથી ખેડૂતોને નુકશાની વળતર અંગે તાત્કાલિક નિર્ણય લેવાયો હતો અને આજે મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં ખેડૂતોને વળતર ચેક વિતરણ કરાયા હતા
મોરબીમાં માર્કેટિંગ યાર્ડમાં ગત તા. ૩૦ ના રોજ આગ લાગી હતી જે આગના કારણે યાર્ડમાં રાખેલ કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો જે બનાવ સમયે રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને યાર્ડના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયાએ સ્થળ મુલાકાત લઈને ખેડૂતોને યોગ્ય વળતરની ખાતરી આપી હતી અને આ નુકશાની અંગે તાત્કાલિક નીરાય કરીને સરકારે ખેડૂતોના નુકશાની વળતર ચુકવવા કાર્યવાહી હાથ ધરી હતી
જેમાં આજે રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, યાર્ડના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, ભાજપ અગ્રણી જયંતીભાઈ કવાડિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને રાઘવજીભાઈ ગડારા સહિતના અગ્રણીઓની હાજરીમાં ખેડૂતોને નુકશાની વળતરના ચેક આપવામાં આવ્યા હતા ૪૮ ખેડૂતોને ૨૯ લાખના વળતરના ચેક આજે અર્પણ કર્યા હતા.

(11:40 pm IST)