Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ગીર નેશનલ પાર્કમાં સિંહોની નજીક સૂઈને કરાયું શૂટિંગ : વિડિઓ વાયરલ: વન મંત્રીએ આપ્યા તપાસના આદેશ

વીડિયો કયા વિસ્તારનો અને તે વ્યક્તિ કોણ છે તે અંગે તપાસ શરૂ

 

અમદાવાદ : ગુજરાતના ગિર નેશનલ પાર્કમાં શૂટ કરવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વીડિયોમાં એક વ્યક્તિ આંબાના બાગમાં આરામ કરી રહેલી સિંહણની સાથે વીડિયો ઉતારી રહ્યો છે. વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યો છે. જો કે વીડિયોમાં સિંહો પણ ખુબ શાંતિથી આરામ કરી રહ્યા છે.

   વીડિયો વાઇરલ થયા બાદ વનમંત્રી ગણપત વસાવાએ તપાસનાં આદેશ આપ્યા છે. જૂનાગઢ સીસીએફને ઘટના અંગે તપાસ કરી તત્કાલ અહેવાલ સોંપવા માટેના આદેશ આપ્યા છે. વીડિયો કયા વિસ્તારનો છે અને તે વ્યક્તિ કોણ છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. જો કે વીડિયો જોતા તે ફોરેસ્ટ વિસ્તાર નહી પરંતુ આંબાવાડી (રેવન્યું) વિસ્તારનું હોવાનું સામે આવી રહ્યું છે. પરિમલ નથવાણી પણ વીડિયો વાઇરલ થયા બાદ તે અંગે પ્રતિક્રિયાઓ આપી ચુક્યા છે.

(11:52 pm IST)