Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

બરફ વર્ષાના કારણે કચ્છના મોટા રણમાં વિદેશી યાયાવર પક્ષીના મોટી સંખ્યામાં મોત

ભુજ) ગઈકાલે થયેલ બરફ વર્ષાના કારણે કચ્છના મોટા રણમાં બાનીયારી (ભચાઉ) પાસે મોટી સંખ્યામાં વિદેશી યાયાવર પક્ષી કુંજ ના મોત થયા હતા. આ અંગે પશ્ચિમ કચ્છ વન વિભાગના ડીએફઓ પી.એ. વિહોલે આપેલી માહિતિ પ્રમાણે બાનીયારી ગામના સરપંચે આપેલી માહિતી સંદર્ભે વન વિભાગ અને પશુપાલન વિભાગે તપાસ કરતાં ૫૬ કુંજ (ક્રેઇન) પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતા. ૧૭ કુંજ પક્ષીઓ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. રશિયા અને સાઈબીરિયા થી આવતા આ કુંજ પક્ષીના મોત અને ઈજાનું કારણ બરફ વર્ષા દરમ્યાન પડેલા મોટા મોટા કરા છે. ઘાયલ પક્ષીઓને ભચાઉ મધ્યે જીવદયા કેન્દ્ર માં સારવાર અપાઈ રહી છે. હવે આવતીકાલે આજુબાજુના વિસ્તારોમાં અન્ય પક્ષીઓને કોઈ ઇજા કે નુકસાન થયું છે કે કેમ તે અંગે તંત્ર તપાસ કરશે.

(6:56 pm IST)