Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ધોરાજી તાલુકાના 30 ગામના ખેડૂતોએ પાક નિષ્ફળ જતા કપાસ અને મગફળીની નનામી કાઢી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર

સરકારે 700 કરોડના પેકેજની જાહેરાત કરી છે તે અપૂરતી છે સો ટકા વીમો આપો ખેડૂતોની માંગણી

ધોરાજી: કમોસમી વરસાદ ને  કારણે કપાસ મગફળી નિષ્ફ્ળ જતા ખેડૂતો એ કપાસ મગફળી ની નનામી કાઢી અને કપાસ મગફળી નું બેસણું શહેર તાલુકા ના ખેડૂતો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી એ  યોજાયું હતું     ગુજરાત  સરકાર  તત્ત્કાલિક ધોરણે  સહાય ચૂકવવા માં આવે  માંગ સાથે ડેપ્યુટી કલેકટર ને આવેદન  પત્ર આપવામાં આવ્યું હતું

ધોરાજી તાલુકાના ખેડૂત સમાજના અગ્રણી વિરલભાઇ પનારા નવનીત ભાજપના તાલુકા પ્રમુખ રમેશભાઇ મકાતી તાલુકા ભાજપના મહામંત્રી રાજુભાઈ ડાંગર સહિતના આગેવાનો આવેદનપત્ર ની રેલીમાં જોડાયા હતા

ગુજરાત સરકારને ઢંઢોળવા માટે આંબેડકર ચોક ખાતેથી કપાસ અને મગફળીની નનામી કાઢી સો ટકા પાક વીમો આપવાની માગણી સાથે રેલી યોજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

ખેડૂતો પાસે મદદ માગવા આવતા ધોરાજીના ધારાસભ્યો અને સંસદ સભ્ય ક્યાં ગયા ના નારા લગાવ્યા હતા

(2:05 pm IST)