Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સુરેન્દ્રનગર : શાહ કોલેજમાં કંપની સેક્રેટરીના સ્ટડી સેન્ટરનો પ્રારંભ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેર અને જીલ્લાના વિદ્યાર્થીઓ ઘર આંગણે આંતર રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કં. સી.એસ.નો કોર્ષ કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કંપની સેક્રેટરી ઇન્સ્ટીટયુટના ઓથોરાઇઝડ સ્ટડી સેન્ટરની સ્થાપના એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં કરવામાં આવી છે.

આ સંદર્ભે સી.એસ. ઇન્સ્ટીટયુટ ઇન્ડીયાના રાજકોટ ચેપ્ટરના ચેરમેન સેજલબેન પલાણ અને સુરેન્દ્રનગર એજયુકેશન સોસાયટીના સેક્રેટરી મિનાક્ષીબેન શાહ દ્વારા એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં આ પ્રસંગે એજયુકેશન સોસાયટીના પદાધિકારીઓ, કોલેજના આચાર્ય, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા.

સુરેન્દ્રનગર શહેરમાં સી.એસ.નું અભ્યાસ કેન્દ્ર શરૂ થતાં જીલ્લાના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચકારકીર્દીનું ઘડતર કરવાના દ્વાર ખુલી જતાં ખુશીનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

(1:12 pm IST)