Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

જુનાગઢમાં અરજીના મનદુઃખથી બે મહિલા સહિત ચારનો હુમલો

પ્રૌઢને બ્લેડ વડે છટકા માર્યા

જુનાગઢ તા.૧૫: જૂનાગઢના જોશીપરાની ત્રિમૂર્તિ સોસાયટીમા રહેતા નંદલાલભાઇ મોહનભાઇ (ઉ.વ.૫૫)એ તેમના મકાન સામે પાણી ઢોળાતુ હોય જે અંગે તેમણે અરજી કરેલ.

આ બાબતનું મનદુઃખ રાખી પાડોશી સંગીતાબેન રાજુભાઇ, મહેશ, નરેશ અને રેખાબેને ગઇકાલે આંજે નંદલાલભાઇ સાથે બોલાચાલી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.

તેમજ મહેશ નામના શખ્સે પ્રોઢને ગરદનની આજુબાજુ બ્લેડના છરકા મારી ઇજા પહોચાડી હતી બનાવ અંગે બીવીડીઝન પોલીસે ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:11 pm IST)