Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

જુનાગઢના સ્કિલ સ્પેશીયાલીસ્ટ ડો. પિયુષ બોરખતરીયાની ઇન્ડીયા આઇકોન એવોર્ડ

અભિનેત્રી દિયામિર્ઝાના હસ્તે એનાયત

જુનાગઢ, તા. ૧૬ : આપને સહર્ષ ખુશાલી સાથ જણાવતા અમે આનંદ અને આભારની લાગણી વ્યકત કરવા માંગીયે છીએ કે તારીખઃ 10 નવેમ્બર 2019 ના રોજ ડો. પિયુષ બોરખતરીયા ને Prestigious Indian Icon Award 2019 for Best Dermatologist and Trichologist માટેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સમારોહનો બેંગ્લોરની હોટેલ તાજ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અનેક ધંધાકીય ધુરંધરો, ખ્યાતનામ સેલિબ્રિટીઓ, દરેક ક્ષેત્રના નિષ્ણાતો - દિગ્જ્જો, હાજરીમાં આ એવોર્ડ ભારતના ખ્યાતનામ બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાના  હસ્તે ડો. પિયુષ બોરખતરિયાને એનાયત કરીને અમારા સન્માનમાં એક કલગીનો વધારો કર્યો છે.

આ એવોર્ડની અભારવિધિમાં ડો.પિયુષ બોરખતરીયા એ જણાવ્યું હતું કે તેમની આ સિદ્ઘિ પાછળ દ્યણા વર્ષોની અથાગ મહેનત, દરેક દર્દીની સહાનુભૂતિથી સેવા કરવાનો ઉદ્દેશ, મિત્રો-વડીલો અને સહકર્મચારીઓનો સહકાર, સકારાત્મક વિચારધારાથી પ્રેકટીસ કરવાની પદ્ઘતિ, સતત કંઈક વધુ સારું આપી અને wow experience ની અનુભૂતિ કરાવવાની ભાવના, સમય પ્રમાણે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ, ટેકનોલોજીને સરળ અને સહજ રીતે ઉપયોગમાં લઈને નાનામાં - નાના દર્દીને પણ પરવળે તેવા કિફાયતી દામમાં સારવાર આપવાનો અભિગમ. આ એવોર્ડના ખરા અધિકારી આપ સર્વે છો હું તો ફકત એક નિમિત્ત બન્યો છું. (૯.પ)

(1:07 pm IST)