Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

જેતપુરની સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

જેતપુર તા.૧પ : અત્રેના દેરડી આવાસ યોજના વિસ્તારમાં રહેતા સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જઇ દુષ્કર્મ આચર્યાનો કેસ પોકસોની સ્પે .કોર્ટમાં ચાલી જતા આ જીવન કેદની સજા તેમજ રૂ.૮૦૦૦ નો દંડ તેમજ તેને મદદ કરતા શખ્સોને દસ વર્ષની કેદ અને રૂ.૬૦૦૦ નો દંડ ફટકારેલ હતો.

બનાવની વિગત એવી છકે અત્રેના દેરડી આવાસ યોજના વિસ્તારમાં રહેતા પરીવારની સગીર વયની પુત્રી સ્કુલે ગયેલ હોય ત્યાંથી બપોરે પરત નહી ફરતા તેની જાણ માતાએ પીતા તપાસ કરતા  કયાંય મળી ન આવતા જેથી ગત તા. ર૧/૪/૧૭ ના રોજ શહેર પોલીસમાં કોઇ અજાણ્યો શખ્સ તેને લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરીયાદ નોંધાવેલ જે આધારે પોલીસે તપાસ કરત સગીરાને આજ વિસ્તારમાંં રહેતો ભાવેશ ઉર્ફે દોંગો મોણપરી ગોસાઇ ભગાડી ગયો હોવાનું માલુમ પડતા તેમજ આ કામમાં તેને સુખદેવ પ્રતાપગીરી ગોસાઇ (રે.નવગાઢ જીલ્લાવાળી ધાર) એ મદદગારી કરેલ હોય પોલીસે બન્ને શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ તે અંગેનો કેસ ગઇકાલે રાજકોટ જીલ્લા સ્પે. જજ (પોકસો)ની અદાલતમાં ચાલી હતા.ફરીયાદી પક્ષે એડી પી.પી.કે.એ.પંડયાએ પંચ પુરાવા રજુ કરી ધારાદાર દલીલ કરતા સ્પે. જજ શ્રી એચ.સી.વોરાએ આરોપી ભાવેશ ઉર્ફેદોંગો મોહનપરી ગોંસાઇને આજીવન કેદ અને રૂ.૮૦૦૦ નો દંડ તેમજ તેને મદદગારી કરનાર સુખદેવ પ્રતાપગીરી ગોસાઇને દસવર્ષની કેદ અને  રૂ.૬૦૦૦ નો દંડ ફટકારેલ હતો.

(1:06 pm IST)