Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

દરેક નિષ્ફળતા સફળતા માટેની સીડી બની શકેઃ જો પ્રસન્નતા હોય તોઃ પૂ.રમેશભાઇ ઓઝા

ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમ દ્વારા ''અર્ક'' વ્યાખ્યાનમાળા યોજાઇ

 જુનાગઢ તા.૧૫: માનવ માત્રમાં દિવ્યતા છે. એ દિવ્યતા પ્રગટ કરવામાં સહાયભૂત થાય એવી વસ્તુ,વ્યકિત,વિચાર કે વાતાવરણમાં રહેવું એ જ સત્સંગ. તેમ વિશ્વભરમાં જાણીતા ભાગવત કથાકાર સંત શ્રી રમેશભાઇ ઓઝાએ ગાંધીનગર કલ્ચરલ ફોરમના કાર્યક્રમમા જણાવ્યુ હતુ.

'અર્ક' વ્યાખ્યાનમાળા અંતર્ગત પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ, પ્રસન્નતા જ સફળતાની પારાશીશી' એ વિષયે વકતવ્ય આપ્યું હતું.

પૂ.રમેશભાઇ ઓઝાએ કહ્યુ કે આપણી પ્રસન્નતા જ અન્યને માટે આપણને આકર્ષક બનાવેછે. પુષ્પએ છોડની પ્રસન્નતા માત્ર છે કૃષ્ણ આપણને આકર્ષે છે કારણ કે એના ચહેરા પર પ્રસન્નતા હોય છે યુદ્ધના મેદાનમાં ગીતા કહેતી વખતે પણ કૃષ્ણના ચહેરા પર નિશ્ચિત સ્મિત હશે, પ્રસન્નતા હશે. ધર્મની સાથે ગાંભીર્ય-ઉદાસી ચોંટી ગઇ છે. સાધુ જેટલો ગંભીર એટલું એનુ વધુ પડે એવું નથી દુનિયાના સુખ અને દુઃખ દ્ધંદ છે, તે તમને પ્રભાવિત કરવા જ આવે છે જે પ્રભુ ભાવિત હોય એ વ્યકિતને આવા દ્ધંદ્ધ છે, તે તમને પ્રભાવિત કરવા જ આવે છે. જે પ્રભુ ભાવિત હોય  એ વ્યકિતને આવા દ્ધદ્ધ પ્રભાવિત કરી શકે.

પૂ.રમેશભાઇ ઓઝાએ વધુમા કહ્યુ કે સુખ અને દુઃખનો આત્યંતિક અભાવ એટલે પ્રસન્નતા. દુઃખ એટલે સુખનો અભાવ એવું નહી, સુખનો પ્રભાવ ઓછો એટલે દુઃખ, આપણે પવનની દિશા તો બદલી શકતા નથી, પરંતુ આપણી નૌકાના સઢને દિશા પ્રમાણે adjust તો કરી જ શકીએ છીએ. આ એડજસ્ટમેન્ટની કળા એટલે માટે મન જીવન જીવવાની કળા. પ્રસન્નતાએ outcome નથી પ્રસન્નતાએ resolution છે. પ્રસન્ન રહેવું છે કે નથી રહેવું, એ આપણે નક્કી કરવાનું હોય છે. આપણી ભૂલ હોય ત્યારે આપણે વકીલ થઇ જઇએ છીએ અને બીજાની ભૂલ હોય અત્યારે આપણે જજ દરેક નિષ્ફળતા સફળતા માટેની સીડી બની શકે, જો પ્રસન્નતા હોય તો. ક્રોધ કરવો એટલે ધગધગતો અંગારો હાથમાં લઇને સામેની વ્યકિતને મારવો. એ કોઇને વાગે કે ના વાગે આપણા હાથ તો દાઝે જ. કોઇ તમારૃં અપમાન કરી શકે, તમને કોઇ અપમાનિત ન કરી શકે. અપમાનિત થવું કે નહીં એ તો આપણા હાથની વાત છે.

પૂ.રમેશભાઇ ઓઝાએ કહ્યુ કે સુખ સપનું છે, દુઃખ મહેમાન છે. મહેમાનને જેટલો ભાવ આપીએ એટલા એ વધુ રોકાય... એટલે દુઃખને બહુ ભાવ ના આપો. જીવનનો શ્રેષ્ઠતમ મંત્ર ''હાલ્યા કરે...'' આ મંત્ર જીવનમાં બહુ જ કામ આવશે. તેમ પૂ.રમેશભાઇ ઓઝાએ કહ્યુ હતુ.

(1:05 pm IST)