Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

જૂનાગઢ ભવનાથમાં પોતાના પરિવારથી વિખૂટા પડેલ ૪ વ્યકિતને અલગ અલગ જગ્યાએથી શોધી મિલન કરાવતી પોલિસ

પોલિસ પ્રજાની મિત્ર છે એ સુત્ર સાર્થક કર્યું

જૂનાગઢ,તા.૧૫: જૂનાગઢ જિલ્લાના પોલીસ અધીક્ષક સૌરભ સિંદ્ય દ્વારા શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યકિત તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડીયા તથા સ્ટાફના હે.કો. જયંતીભાઈ, યુસુફભાઈ, જૈતાભાઈ, ગીરુભા,ઙ્ગ જયદીપભાઈ, સહિતના સ્ટાફ ર્ંખાસ ખોયા પાયા ટીર્મં બનાવી મેળામાં આવતા લોકોની મદદ કરવા ખાસ વ્યવસ્થાઙ્ગ ગોઠવવામાં આવેલ છે....ં

તાજેતરમાં જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ ર્ંગિરનાર પરિક્રમામાંર્ં દરમિયાન જુદા જુદા સમયે ભવનાથ ખાતે પોલીસ સ્ટાફને ર્ં(૧) અમદાવાદ શહેરના કર્મચારીનગર ખાતે રહેતા અનિલભાઈ એન. મારડીયા (M :- ૭૬૯૮૫૦૦૫૬૫) પોતાના સંબંધી પ્રેમીલાબેન બાબુભાઇ પટેલ ઉવ. ૫૩ રહે. શ્રીનાથ સોસાયટી, અમદાવાદ સાથે (૨) મહારાષ્ટ્ર રાજયના સોલાપુરના મહેશભાઈ ભોરા સંગિયા (પ્ ૅં- ૦૯૫૧૮૩૧૨૬૭૯) પોતાના સંબંધી શીભાબેન પાટીલ ઉવ. ૫૮ સાથે, (૩) નરોડા, શ્યામકુંજ સોસાયટી ખાતેથી બળવંતભાઈ પટેલ (M. ૯૩૭૪૦૧૭૮૭૯) પોતાના સાસુ સુશીલાબેન રમેશભાઈ પટેલ ઉવ. ૭૦ સાથે તથા (૪) લક્ષમણ રણછોડગીરી ગોસ્વામી ઉવ. ૧૩ રહે. હળદર ગામ તા. બોટાદ પોતાના કુટુંબ સાથે પરિક્રમામાં ફરવા આવેર્લં હતા. ભવનાથમાં ફરતા ફરતા ઉપરોકત તમામ પોતાના સ્વજનથી વિખૂટા પડી જતાં, બંદોબસ્તમાં રહેલ પોલીસને મળેલ હતા. ભવનાથ પોલીસની સ્પેશિયલ બનાવવામાં આવેલ ખાસ ર્ંખોયા પાયા ટીર્મં દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી....ં

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ, ર્ંખાસ ખોયા પાયા ટીર્મં દ્વારા જૂનાગઢ ડિવિઝન ના પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી. ધોકડીયા તથા સ્ટાફના પીએસઓ વિક્રમસિંહ ઝાલા, ઉષાબેન, જીઆરડી ચંદ્રિકાબેન, હો.ગા. ફરહાનભાઈ, ડ્રાઈવર હરેશભાઇ દ્વારા ગુમ થયા બાદ ગણતરીના કલાકોમાં ગુમ થયેલાના વાલી વારસને શોધી, પોલીસ સ્ટેશન બોલાવી, ર્ંગુમ થયેલને સોંપવામાં આવેલ . પોતાના ગુમ થયેલ સ્વજનની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા, પરિવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને ગુમ થયેલાના સ્વજનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યકર્તં કર્યો હતોઙ્ગ પોલીસ દ્વારા પણ પરિવારજનોને પોતાના બાળકો અને વડીલોનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.

(1:05 pm IST)