Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

નલિયામાં વાયુસેનાનો દિલધડક એર શો

(ભુજ)  ચિલ્ડ્રનસ ડે નિમિતે વાયુસેના દ્વારા કચ્છ ના નલિયા એરબેઝ માં સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમનો એર શો યોજાયો હતો.સૂર્યકિરણ ટીમના પાયલોટ્સે તેમના વિમાન સાથે કરેલા હેરતઅંગેજ આકાશી કરતબોએ વિદ્યાર્થીઓ ને રોમાંચિત કરી દીધા હતા..સૂર્યકિરણ ટીમને જે વાયુસેનાની ૫૨મી  શાર્ક સ્કવોડ્રન તરીકે ઓળખાય છે.

૫૨મી સ્કવોડ્રનનુ એરબેઝ કર્ણાટકના બીડર ખાતે છે..આજે સૂર્યકિરણ ટીમમાં સામેલ નવ એડવાન્સ જેટ ટ્રેનર વિમાનોેએ નલિયા એરબેઝ પરથી આકાશમાં ઉડાન ભરી હતી અને લગભગ અડધો કલાક સુધી પ્રતિ કલાક ૬૦૦ થી ૧૨૦૦ કિલોમીટરની ઝડપે આકાશમાં ઉડતા રહીને શ્વાસ અધ્ધર કરી દે તેવા વિંગ ઓવર, લૂપ્સ, બેરલ રોલ્સ, સ્પલિટ્સ, લેવલ એન્ડ રોલિંગ ક્રોસ જેવા વિવિધ કરતબ આકાશમાં દર્શાવ્યા હતા.આ એર શો માં શાળા ના બાળકો એ નિહાળ્યો હતો..

વિદ્યાર્થીઓ માં સેના પ્રતે સન્માન કેળવાય અને વિદ્યાર્થીઓ પણ ભવિષ્ય માં વાયુસેના જોડાય તે અંગે પ્રેરણા લે તે હેતુ થી આ સૂર્યકિરણ એર શૉ નું આયોજન કરવા આવ્યું હતું..

(12:10 pm IST)