Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ધોરાજીમાં પ્લાસ્ટીકના વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ અંગે જાણકારી માટે કેન્દ્ર સરકારની ટીમ આવશે

ધોરાજી તા ૧૫  :  કેન્દ્ર સરકારની ટીમ ધોરાજી પ્લાસ્ટીક એસોસીએશન મુલાકાત ે આવશે. સ્વચ્છ ભારત અભ્યાન ધોરાજીની મહત્વની કામગીરીથી પ્રેરાઇ ધોરાજીની મુલાકાત લેશે. ૪ દાયકા પૂર્વે વેસ્ટ પ્લાસ્ટીકમાંથી બેસ્ટ બનાવવાની કામગીરીનો પ્રારંભ થયેલ અને પ્લાસ્ટીકનો નાશ થતો નથી અને પ્રદુષ્ણમાં પણ વધુ ભાગ ભજવે છે, પણ ધોરાજીના લોકોની આગવી કોઠા સુઝથી આજથી ૪ દાયકા પૂર્વે પ્લાસ્ટીકના વેસ્ટમાંથી રીસાયકલ કરી તેના નાના નાના ઉદ્યોગો ધોરાજી અને આજુબાજુ સ્થપાયા અને તેમાંથી સમગ્ર દેશમાંથી પ્લાસ્ટીક વેસ્ટ મંગાવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વચ્છ ભારત અભ્યાન આગળ વધારેલ અને હજારો લોકોને આ ઉદ્યોગથી રોજી રોટી મળેલ અને હવે આ ધોરાજી પ્લાસ્ટીક એસોસીએશનની કામગીરીથી પ્રેરાઇને નવી દિલ્હીથી કેન્દ્રના જોઇન્ટ સેક્રેટરી પેટ્રો કેમિકલ્સ ન્યુ દિલ્હીથી કાશીનાથ ઝા અને તેની ટીમ આગામી તા.૧૭ ના રોજ ધોરાજીના ગાંધીવાડી ખાતે પ્લાસ્ટીક ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી સમગ્ર દેશમાં પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટના પાઠ ભણશે. પ્લાસ્ટીક રીસાયકલીંગના કારખાનાઓની પણ મુલાકાત લઇ જાત માહીતી મેળવશે અને આ વેસ્ટમાંથી બેસ્ટ અંગે સમગ્ર દેશમાં અમલવારી કરી સ્વચ્છ ભારત અભ્યાન સાથે જોડી એક નવી દિશા અંગે વિચાર-વિમર્શ કરશે અને માહીતી મેળવશે. પ્લાસ્ટીક ઉદ્યોગકારો પ્લાસ્ટીક એસોસીએશનના પ્રમુખ દલસુખભાઇ વાગડીયા, ગોૈતમભાઇ વઘાસીયા, જયસુખભાઇ ડોબરીયા સહીતના હોદેદારો આ અંગે તૈયારીઓને આખરી ઓપ આપી રહયા છે.

(11:56 am IST)