Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ધોરાજી શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓની જાહેરાત

ધોરાજી,તા.૧૫: ધોરાજી લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહેર અને તાલુકાની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા શહેર અને તાલુકાના પ્રમુખ અને મહામંત્રીઓ ની જાહેરાત કરવામાં આવી હતી

સંગઠન પર્વના ભાગરૂપે  સમગ્ર રાજકોટ જિલ્લાના તમામ શહેર અને તાલુકાના પ્રમુખ અને મહામંત્રીની પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના થી રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેના ભાગરૂપે ધોરાજી લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ધોરાજી શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ની બેઠકઙ્ગ મળી હતી જે બેઠક પ્રદેશ ભાજપના સંગઠન પર્વ ના નિરીક્ષક અને પૂર્વ ધારાસભ્ય માધુભાઈ બોરીચા જિલ્લા ભાજપના પ્રમુખ ડી કે સખિયા જિલ્લા ભાજપના મહામંત્રી જયંતિભાઈ ઢોલ પૂર્વ ધારાસભ્ય અને સંગઠન પર્વ ના સહ ઇ નચાર્જ પ્રવિણભાઇ માંકડીયા શહેર ભાજપના અગ્રણી વી ડી પટેલ પૂર્વ પ્રમુખ લલીતભાઈ વોરા શહેર ભાજપના પ્રમુખ હરસુખ ભાઈ ટોપિયા કિશોરભાઈ રાઠોડ વિગેરે નીહાજરીમાં શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠન કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સમયે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાંથી બંધ કવર આવેલું જે કવરને પ્રદેશ સંગઠન પરવાના નિરીક્ષક માધુભાઈ બોરીચા એ કવર ખોલીને જાહેરાત કરતા જણાવેલ કે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ તરીકે વિનુભાઈ માથુકિયા અને મહામંત્રી તરીકે વિજયભાઈ બાબરીયા તેમજ મનીષભાઈ કંડોલીયા ની જાહેરાત કરવામાં આવેલ છે જે જાહેરાતને ધોરાજી શહેર ભાજપના તમામ કાર્યકર્તા ઓએ ખુશી વ્યકત કરી હતી અને નવી.ટીમ ને ટેકો જાહેર કર્યો હતો

આ જ રીતે ધોરાજી તાલુકા ભાજપના સંગઠન માધુભાઈ બોરીચાએ પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ જાહેરાત કરતા જણાવેલ કે ધોરાજી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે રમેશભાઇ મકાતી અને મહામંત્રી તરીકે રાજુભાઈ ડાંગર અને વિપુલ ભાઈ રૂડાની નિમણૂક કરવામાં આવેલ છે

બેઠકમાં ધોરાજી સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી પૂર્વ નગરપતિ હરકિશન ભાઈ માવાણી કેપી માવાણી ધીરુભાઈ કોયાણીઙ્ગ ઙ્ગ સી સી અંટાળા ઈશ્વરભાઈ બાલધા સંદીપભાઈ વદ્યાસિયા મનસુખભાઈ અંટાળા ભાજપ નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ વિગેરે શહેર અને તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી

આ સમયે નવા પ્રમુખ અને મહામંત્રીઓ ને હાર પહેરાવી મોં મીઠા કરાવી ખુશી વ્યકત કરી હતી અને તમામ કાર્યકર્તાઓ શહેર અને તાલુકાના કાર્યકર્તા હોય નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા

(11:56 am IST)