Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

માળિયામિંયાણાના ચાચાવદરડાના યુવાનનો ઝેરી દવા પી આપઘાત

મોરબી, તા. ૧પ : માળીયા મિંયાણાના ચાચાવદરડાના યુવાનનું ઝેરી દવા પી જતાં મોત થયું હતું.

મળતી વિગતો મુજબ માળિયાના ચાચાવદરડા ગામના રહેવાસી હાજીભાઇ ઈસ્માઇલભાઇ સુમરા (ઉ.વ.રપ) નામના યુવાને કોઇ કારણોસર જેરી દવા પી લેતા તેનું મોત થયું છે. માળીયા પોલીસે બનાવની નોંધ કરી યુવાને કયાં કારણોસર દવા પીધી તે દિશામાં તપાસ ચલાવી છે.

(11:52 am IST)