Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પોરબંદરમાં વ્હોટસ એપ 'હેક' કરીને ધમકી આપતા પરીણિતાનો આપઘાત

વ્હોટસએપના મિત્રો-સંબંધીઓના ડેટીંગની જાણ પતિને કરીને આબરૂ લેવા ધમકી આપનાર યુવાન સામે પોલીસ ફરીયાદ

પોરબંદર તા. ૧પ :.. અહીં પરીણિત મહીલાનું વ્હોટસ એપ 'હેક' કરીને વ્હોટસ એપ સાથે જોડાયેલા મિત્રો સંબંધીઓ સાથે ડેટીંગની જાણ પતિને કરીને આબરૂ લેવાની ધમકી આપતા પરીણિતાએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ધમકી આપનાર યુવાન સામે મરનારના પતિએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોની પાસે લક્ષ્મીનગરમાં રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફે નરૂભાઇ ખેતરપાળે  કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે પોતાની પતિ સીમાબેનના નામનું વ્હોટસ એપ ઇન્દીરાનગરમાં રહેતા પીયુષ રામાજી કામડીયાએ 'હેક' કરીને પત્નીને વ્હોટસ એપના મિત્રો-સંબંધીઓ સાથે ડેટીંગની  જાણ પતીને કરી દેવાની ધમકી આપતો હોય  અને મરવા માટે મજબૂર કરતા પત્ની સીમાબેને ડરી જઇને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. કમલાબાગ પોલીસે વ્હોટસએપ 'હેક' કરનાર યુવાન સામે ગુન્હો નોંધીને કાર્યવાહી કરી છે.

(11:48 am IST)