Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

હળવદનાં માલણીયાદમાં ૨૧ ઘેટાનાં મોતના કારણ અંગે રિપોર્ટની રાહ

વઢવાણ,તા.૧૫: કુદરતના કહેરથી ખેડૂતો સાથે માલધારીઓ પણ પાયમાલ થયા છે જેમાં તાલુકાના માલણીયાદ ગામે ગત મોડી રાત્રે પડેલા કડાકા ભડાકા સાથે વરસાદના પગલે ૨૧ દ્યેટાના મોત થયા હતા જયારે દ્યટનાને પગલે ટીડીઓ, પશુ ચિકિત્સકની ટીમ દ્યટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અતિવૃષ્ટિએ ખેડૂતોના ઊભાં પાકમાં રીતસરની તારાજી વેરીને પાયમાલ કર્યા છે તો બીજી બાજુ, માલધારીઓ પર પણ જાણે કુદરત રૂઠી ગયો હોય તેમ મોડી રાત્રે વરસેલા કડાકા ભડાકા સાથે વરસાદના કારણે માલણીયાદના માલધારી સીંધાભાઇ વાસાભાઇ ખીટના ૨૧ દ્યેટાના મોત થયા હતાં જેમાં મોડી રાત્રે વરસેલા બરફના કરા સાથે ખેડૂતોને નુકસાન થયું છે પરંતુ હવે માલધારીઓ પર પણ માથે ઓઢીને રોવે તેવી સ્થિતિ સર્જાઇ છે તો બીજી બાજુ દ્યટનાને પગલે તાલુકા વિકાસ અધિકારી સાથે પશુ ચિકિત્સક સહિતનો કાફલો દ્યટના સ્થળે પહોંચી દ્યેટાના સેમ્પલ લઇને પીએમ માટે કામગીરી હાથ ધરી હતી.

માલણીયાદમાં ૨૧ દ્યેટાનાં શંકાસ્પદ મોતની જાણ થતા ટીડીઓ સહિતનો કાફલો દ્યટના સ્થળે દોડી આવ્યો હતો. મોતનું કારણ જાણવા વેટરનરી તબીબો દ્વારા દ્યેટાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.

(11:48 am IST)