Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

માળીયા હાટીનામાં કાનાબાર પરીવાર આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો વિરામઃ રાષ્ટ્રગીતનું સમુહ ગાનઃ નાનામાં નાની ફરજને બિરદાવીને સન્માન

માળીયા હાટીના, તા., ૧૪: જુનાગઢ જીલ્લાનાં માળીયા હાટીના ખાતે શ્રી સ્વામીનારાયણ ભગવાનની કૃપાથી તથા પ્રગટ ગુરૂહરી પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી તથા માતુશ્રી ભાનુશાળી નાગરદાસ કાનાબારની સદભાવના સ્વરૂપે શ્રીમદ  ભાગવત સપ્તાહ તથા ભાનુબેન નાગરદાસ બાલમંદિર (ગુજરાતી માધ્યમ)નો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરવા માટે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા ખાસ ઉપસ્થિત રહયા હતા અને માળીયા હાટીના પુષ્ટી માર્ગીય યુવા ભાગવતાચાર્ય શ્રી કેતનભાઇ રમણીકલાલ પેરાણીની સુમધુર વાણીયા પુષ્ટી રસનું સંગીતમય શૈલીમાં રસપાન કર્યુ હતું. ચાણકય સ્કુલ, માળીયા હાટીના-સારણ હાઇવે, રેલ્વે ફાટક પાસે મેસર્સ શ્રી નરસીદાસ પરમાનંદભાઇ કાનાબાર પરીવાર આયોજીત કથામાં દરરોજ મોટી સંખ્યામા઼ શ્રોતાઓએ કથાનું રસપાન કર્યુ હતું. અકિલા પરીવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ કથાકાર શ્રી કેતનભાઇ પેરાણીનું વ્યાસપીઠ ઉપર સન્માન કર્યુ હતું. તા.પને મંગળવારે બપોરે પોથીયાત્રા સાથે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો હતો. તા.૭ ને ગુરૂવારે શ્રી શિવ વિવાહ, તા.૮ને શુક્રવારે શ્રી નૃસિંહ ભગવાન જયંતી તથા ફુલડોલ, તા.૯ને શનીવારે શ્રી વામન જન્મ, શ્રીરામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, તા.૧૦ને રવિવારે ગોવર્ધન પુજા, શ્રી રૂક્ષ્મણી વિવાહ તથા તા.૧૧ને સોમવારે સુદામા ચરિત્રનો પ્રસંગ રજુ કરાયો હતો. જયારે સાંજે બ્રહ્મભોજનનું આયોજન કરાયું હતું.  તા.૧રને મંગળવારે કથાએ વિરામ લીધો હતો અને સાંજે જ્ઞાતિ ભોજનનું આયોજન કરાયું હતું. તા.૧૩ને બુધવારે શ્રી ભાનુબેન નાગરદાસ બાલમંદિરનું લોકાર્પણ પુરોહીત બોર્ડીગની સામે, બગીચાની બાજુમાં, આંબાવાડી, કેશોદ ખાતે કરાયું હતું. શ્રી ભાગવત કથામાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા,  રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી  શ્રી મનીષભાઇ ખખ્ખર, રાજકોટ લોહાણા મહાજનના પુર્વ પ્રમુખ શ્રી હર્ષદભાઇ ખખ્ખર, ડો. ખખ્ખર સહીતના ઉપસ્થિત  રહયા હતા. દરરોજ રાત્રીના ધુનની રમઝટ બોલી હતી. સપ્તાહના વિરામના દિવસે રાષ્ટ્ર ગીતનું સમુહ ગાન કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન મેસર્સ શ્રી નરસીદાસ પરમાનંદભાઇ કાનાબાર પરીવારે સમાજને નવો રાહ ચીંધતું  કાર્ય કર્યુ હતું. જેમાં કથા દરમિયાન સિકયુરીટી તરીકે ફરજ બજાવતા સેવાભાવીઓ તથા રસોડા વિભાગમાં સેવા આપનારા સેવાભાવી  મહિલાઓનું પણ અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માટે સ્વ. નરસીદાસ પરમાણંદભાઇ કાનાબાર, સ્વ. ગંગાબેન નરસીદાસ કાનાબાર, સ્વ.ચુનીલાલ નરસીદાસ કાનાબાર, સ્વ.ચારૂબેન જયોતીષભાઇ કાનાબારના અંતરીક્ષથી આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.

જયારે ગં.સ્વ.વિજયાબેન ચુનીલાલ કાનાબાર, શ્રી નાગરદાસ નરસીદાસ કાનાબાર, શ્રીમતી ભારતીબેન નાગરદાસ કાનાબાર, શ્રી ભરતભાઇ નરસીદાસ કાનાકાર, શ્રીમતી ગીતાબેન ભરતભાઇ કાનાબાર, શ્રી જયોતીષભાઇ નરસીદાસ કાનાબાર, મેસર્સ શ્રી નરસીદાસ પરમાનંદ કાનાબાર, જીજ્ઞેશભાઇ તથા વિરલભાઇ નાગરદાસ કાનાબાર, શ્રીમતી બીનાબહેન અસિતકુમાર કોટેચા, જતીનકુમાર જયોતીષભાઇ કાનાબાર, શ્રી જીજ્ઞેશકુમાર નાગરદાસ કાનાબાર, શ્રીમતી નિતાબેન જીજ્ઞેશકુમાર કાનાબાર, શ્રી વિરલકુમાર નાગરદાસ કાનાબાર, શ્રીમતી વૈશાલીબેન વિરલકુમાર કાનાબાર, શ્રીમતી બીનાબહેન અસિતકુમાર કોટેચા, વિશાલીબેન પ્રિયેશકુમાર, આદિત્ય, ઋતુ, સત્યમ, ખુશી, પરમ, પલના, નિલકંઠ, નિકુંજ, કાશી, હર્ષ, દિવ્યા, મીરા, મેઘા, હીમા સહીતનાએ મહેમાનોને આવકાર્યા હતા.

નાગરભાઇ, જયોતીષભાઇ જીજ્ઞેશભાઇ,  વિરલભાઇ પત્રકાર મહેશભાઇ કાનાબાર, ચાણકય સ્કુલનાં પ્રમુખ બાલુભાઇ ભોજક સહિત કાનાબાર પરીવારે કથા દરમિયાન જુદી-જુદી વ્યવસ્થા સંભાળી હતી.

(11:28 am IST)
  • દક્ષિણ ગુજરાતના કપરાડા તાલુકામાં 10 કરોડના ખર્ચે 11 ચેકડેમોની સરકારે મંજૂરી આપી છે access_time 10:05 pm IST

  • રાફેલ મુદ્દે રાહુલ ગાંધીના જુઠ્ઠાણાંના વિરોધમાં ગુજરાત ભાજપ પ્રત્યેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરશે access_time 10:03 pm IST

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો પોલીસ પર હુમલો : એક અધિકારી અને ત્રણ જવાનના મોત : અફઘાનિસ્તાનના ઉતરી વિસ્તારમાં તાલિબાનોએ હુમલો કર્યો : હજુ સુધી હુમલાની કોઈએ જવાબદારી લીધી નથી access_time 1:00 am IST