Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

બગસરાના લૂંધીયા ગામની સીમમાંથી દીપડો પકડાયો

બગસરા,તા.૧૫: લૂંઘીયાની સીમમાં વારંવાર દીપડા તેમજ સિંહ દ્વારા મારણ કરવાના સમાચાર મળતા રહેતા હતા જેને પગલે વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પિંજરામાં આજે એક દીપડો ઝડપાઇ ગયો હતો.

થોડા દિવસ પૂર્વે બગસરા તાલુકાના સાપર અને સુડાવડ ગામની સીમમાંથી દીપડો ઝડપાયા બાદ થયેલી તકરાર અને પોલીસ દ્વારા વનવિભાગનાકર્મચારીની ફરજમાં રૂકાવટ સબબની ફાયર નોંધાયા બાદ દ્યટના સ્થળથી ત્રણ-ચાર કિલોમીટર દૂર તાલુકા ના લૂંધીયા ગામમાં દીપડો દેખા દેતા ગ્રામ્ય જનો દ્વારા વનખાતાને જાણ કરવામાં આવેલ જેને અનુસંધાને વનખાતા દ્વારા પાંજરાઓ ગોઠવી દેવામાં આવ્યા હતા

લૂંધીયાની સીમમાં વારંવાર દીપડા સિંહોના વાવડ મળતાં જ રહે છે ને મારણ કરતા હોય તો પરંતુ છેલ્લા દ્યણા સમયથી દીપડાઓ માનવભક્ષી બન્યાના સમાચારો પ્રસિધ્ધ થતા ગ્રામ્ય જનોમાં ભયનો માહોલ છવાયો હતો જેને ધ્યાનમાં લઇ રાણીપશુઓને પકડી વનવિભાગ દ્વારા જંગલમાં છોડી આવવા માટે પાંજરા ગોઠવી માનવ વસ્તી થી દુર રાખવા પ્રયત્નો શરૂ કર્યા છે લૂંધીયાથી વાવડી રોડ ઉપર આવેલ રામભાઈ વેકરીયાની વાડીમાંથી દીપડાને પકડી પાડ્યો હતો.

(11:26 am IST)