Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સામાન્ય ખેડૂતોની જેમ સાગર ખેડૂતને પણ લોન -વિમાની સુવિધા આપવા માંગ

પ્રભાસ પાટણ બોટ એશો દ્વારા ગાંધીનગર ખાતે સામુહિક રજુઆત

પ્રભાસ પાટણ,તા. ૧૫: સંયુકત કોળી સમાજ ભીડીયાના પટેલ ધનજીભાઈ લખમણભાઇ વૈશ્ય તથા સંયુકત કોળી સમાજ ભીડીયા બોટ એસોસિયેશનના પ્રમુખ શ્રી વશરામભાઈ જીવાભાઇ સોલંકી સતત પ્રયાસ થઇ રહ્યા છે કે વાવાઝોડા દરમિયાન માછીમારોને જે નુકસાન થયું છે તેમજ ગુજરાતના તમામ બંદરો માછીમાર આગેવાનો સાથે ગાંધીનગર ખાતે રજૂઆત કરેલ છે

સરકાર શ્રી દ્વારા જમીન ખેડૂતોને જે નુકસાની થાય છે તેમાં સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તેવી જ રીતે જેમ જમીન ખેડૂત પોતાનું ગુજરાન ચલાવવા માટે લોન તથા બીજે કયાંથી સગવડ કરી પૈસા લઈને પોતાની જમીન મા વાવેતર કરે છે તેવી જ રીતે સાગરખેડૂ પણ પોતાની બોટ (હોડી પીલાણા) ચલાવવા માટે પોતાના ધરના દાગીના ગીરવે મૂકે છે વ્યાજે પૈસા લઈ છે અને સપ્લાયરો (કંપની ) પાસે થી એડવાન્સ લઇને પોતાની બોટ ચલાવે છે સાગર ખેડુ ને આ વર્ષ દરમિયાન ત્રણ થી ચાર વારંવાર વાવાઝોડું આવેલ તેમાં સાગર ખેડૂતોને મોટાપાયે નુકસાન થયેલ છે જેથી સરકાર શ્રી દ્વારા જવી રીતે જમીન ખેડૂતોને સહાય આપે છે તેવી જ રીતે સાગરખેડૂ ને પણ સહાય આપે તેવી માંગણી કરી છે.

 સરકાર શ્રી ને આ રજૂઆતને ગંભીરતાથી ધ્યાનમા લઈને સાગર ખેડુ ને નુકશાનની વહેલી તકે સહાય આપવામાં આવે તેવી માંગણી ઉઠેલ છે હાલ સાગરખેડુ ત માછીમારભાઈઓ આર્થીક સ્થીતી પીડાઈ રહ્યા છે

૨૦૧૯ દરમિયાન જૂનાગઢની લોકસભાની જનસભામાં  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એવી જાહેરાત કરેલ કે માછીમારોને લાભ થાય તે માટે મત્સ્યોદ્યોગ મંત્રાલય અલગથી આપવામાં આવશે તો કેન્દ્ર સરકાર અત્યારની સ્થિતિને ધ્યાનમાં લઇ વહેલી તકે અલગથી મત્સ્યોદ્યોગ મંત્રાલય વહેલી તકે સ્થાપિત કરે માછીમારીની વેદના ધ્યાનમાં રાખીને વહેલીથી વહેલી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર સાગરખેડૂ માછીમારોના હીત માટ સંયુકત કોળી સમાજના પટેલ શ્રી ધનજીભાઈ લખમણભાઇ વૈશ્ય ઉપપટેલ શ્રી રમેશભાઇ દેવજીભાઇ બારૈયા શ્રી સંયુકત કોળી સમાજ ભીડીયાના બોટ એસોસિયેશનના પ્રમુખ શ્રી વશરામભાઈ જીવાભાઇ સોલંકી આશા વ્યકત કરેલ છે.

(11:25 am IST)