Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

દેવભૂમિ દ્વારકામાં રસીકરણથી વંચિત બાળકો અને સગર્ભાઓ માટે ઘનિષ્ઠ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ યોજાશે

જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : આયોજન ઘડાશે

દ્વારકાઃ માતા મરણ અને બાળ મૃત્યુદર ધટાડવાના હેતુથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રસીકરણથી વંચિત રહેલ બાળકો અને સગર્ભા બહેનો માટે 'ઘનિષ્ઠ  મિશન ઈન્દ્રધનુષ ર.૦' ગુજરાતના અન્ય જિલ્લાઓની જેમ જિલ્લા દેવભૂમિ દ્વારકામાં પણ આયોજન કરવામાં આવેલ છે. સદરહું કામગીરી સમય મર્યાદામાં ક્ષતિરહિત સંપૂર્ણ કામગીરી થઈ શકે તે માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાના અધ્યક્ષ સ્થાને તાલુકા હેલ્થ ઓફીસરશ્રીઓ, મેડીકલ ઓફીસરશ્રીઓ અને તાલુકા હેલ્થ વિઝીટરશ્રીઓ માટે એક અવર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા-જામનગરથી ડો.વિનયકુમાર હાજર રહયા હતા અને કામગીરીમાં ક્ષતિરહિત સિધ્ધી મળી રહે તે માટે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ તેમજ રીપોર્ટીંગ બાબતે માહિતગાર કરેલ હતા. તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા દ્વારા નિયત સાય મર્યાદામાં ૧૦૦% સિધ્ધી મળી રહે અને વધુમાં વધુ જનસમુદાયને રસીકરણનો લાભ મળે તે મુજબ આયોજન કરી કામગીરી કરવા સુચન કરેલ હતુ.

'ઘનિષ્ઠ મિશન ઈન્દ્રધનુષ ર.૦' ના પ્રથમ રાઉન્ડનું તા.૦ર/૧ર/ર૦૧૯ થી ૭ દિવસ માટે આયોજન કરવામાં આવેલ છે. જેમાં રૂટીન  રસીકરણથી વંચિત રહી ગયેલ તેમજ અધુરી રસીઓ મુકાવેલ હોય તેવા બાળકો તથા રસીથી વંચીત રહેલ સર્ગભા માતાઓને રસીઓ આપવામાં આવશે. આ રસીકરણ કાર્યક્રમ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો , પેટા આરોગ્ય કેન્દ્રો, આંગણીવાડી કેન્દ્રો તેમજ નકકી કરેલ રસીકરણ કેન્દ્રો પર આયોજન કરવામાં આવેલ છે. તદ્ઉપરાંત સદરહું કામગીરીના અન્ય ત્રણ રાઉન્ડ વર્ષ-ર૦ર૦ના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ માસના પ્રથમ અઠવાડીયામાં પણ કરવામાં આવશે.

ખાસ દ્યનિષ્ઠ મિશન ઈન્દ્રધનુષ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા દ્યરે દ્યરે સર્વે કરી ૦ થી ર વર્ષની ઉમરના રસીકરણથી વંચીત રહેલ અથવા અધુરી રસીઓ મુકાવેલ હોય તેવા તમામ બાળકોના સર્વે કરી આ કાર્યક્રમ અંતર્ગત બાળકના માતા-પિતાને સમયસર બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરાવવા માટે લોકસંપર્ક દ્વારા જનસમુદાયમાં જનજાગૃતિનો વ્યાપ વધારી સંપુર્ણ રસીકરણ કરાવવું જરૂરી છે તેમજ સર્ગભા માતાઓને પણ ધનુર વિરોધી રસીના બે ડોઝ લેવા જરૂરી છે. રસીકરણથી બાળ મૃત્યુ તેમજ બાળકોને પોલીયો, જન્મજાત ટી.બી., ડીપ્થેરીયા, મોટી ઉધરસ જેવા દ્યાતક રોગોથી ભોગ બનતા અટકાવી શકાય છે. શહેરી વિસ્તારોમાં સ્લમ વિસ્તાર , ઝુપડપટ્ટીઓ, ઈન્ડસ્ટ્રીઅલ વિસ્તાર તેમજ કન્સ્ટ્રકશન સાઈટ, દુર્ગમ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતના તેમજ મજુરોના બાળકોને આ કાર્યક્રમ અંર્તગત આવરી લેવા વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

સદ્યન મિશન ઈન્દ્રધનુષમાં રસીકરણ કરી પોતાના બાળકોને બાળદ્યાતક રોગોથી બચાવવાનો સંપુર્ણ અવસર પ્રાપ્ત થયેલ છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ રસીકરણથી વંચીત રહેલ બાળકો તેમજ સર્ગભા માતાઓને રસીકરણ કરાવવા દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.બી.પટેલની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(11:24 am IST)