Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

અલંગ યાર્ડમાં જહાજ કટીંગ સજ્જડ બંધઃ રિસેલ ખાડાઓમાં મિશ્રપ્રતિસાદ

પરપ્રાંતિયોને ભાવનગર ખાસ વાહન સુવિધા આપી લાવવામાં આવ્યાઃ પ્લોટ વિસ્તાર સુમસામ

ભાવનગર, તા.૧૫: વિશ્વ વિખ્યાય અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના શિપબ્રેકરો પર હુમલાના પગલે ગઈ કાલે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું. જહાજ માંથી નીકળતા માલ ના ખાડાઓ માં મિશ્ર પ્રતિસાદ રહ્યો.ટ્રક એસો.એ પણ બંધ પાળ્યો.જેના કારણે અલંગ સોસિયા યાર્ડ સુમસામ જોવા મળ્યું હતું.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ના પ્રતિષ્ઠિત શિપબ્રેકરો જીવરાજભાઈ પટેલ,બટુકભાઈ માગુકીયા સહિતના પર વાહન ચલાવવા બાબતે થયેલ બુધેલ નજીક હુમલાના પગલે  અલંગ સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ બંધ ના એલાનના પગલેઙ્ગ સવાર થીજ તમામ પ્લોટ માં જહાજ કટીંગની કામગિરી બંધ રહી હતી.જોકે સવાર માં ત્રણેક પ્લોટ માં જહાજ કટીંગ ની કામગિરી શરૂ છે તેવી વાત વહેતી થઈ હતી.પણ તે પ્લોટ માં પણ કટીંગ ની કામગીરી બંધ કરવાઇ હતી.

ટ્રક એસોસિએશન એપણ બન્ધને સમર્થન આપેલ હતું.સોસીયલ મીડિયામાં બંધ નો પત્ર વહેતોકરવામાં આવ્યો હતો.

ભાવનગર રેલી હોઈ અલંગ જહાજ વાડા માંથી જે પરપ્રાંતીય મજૂરો ને રેલીમાં જવું હોય તેના માટે ખાસ વાહન વ્યવસ્થા કરવામાં આવી હતી.અલંગ યાર્ડ બંધ ના પગલે રસ્તાઓ સુમસામ ભાષતા જોવા મળ્યા હતા. પો.સ.ઇ મહેશ્વરી એ બંદોબસ્ત જળવ્યો હતો.

તો બીજી તરફ શિપમાંથી નીકળતા માલસામાનનું વેચાણ કરતા ખડાઓ અમુક બંધ ને અમુક ચાલુ રહ્યાંનું સ્થાનિક વેપારીઓ એ જણાવ્યું હતું.

શિપબ્રેકર પાસેથી જાણવા મળ્યુ હતુંકે આજ થી રાબેતા મુજબ અલંગ યાર્ડ માં જહાજ કટીંગ ની કામગીરી શરૂ રહેશે.

(11:18 am IST)