Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

માળિયા નજીક મચ્છુ નદીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો : હત્યાની આશંકા: પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોય ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલાયો

 

માળિયા નજીક મચ્છુ નદીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ હોવાની માહિતી મળતા માળિયા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો છે

  મળતી માહિતી મુજબ માળિયાની મચ્છુ નદીમાંથી અંદાજે ૩૫ થી ૪૦ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે અને મૃત્યુ શંકાસ્પદ લાગતા માળિયા પોલીસે મૃતદેહ ને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડ્યો છે

મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોય જેથી ફોરેન્સિક પીએમ રીપોર્ટ આવ્યા બાદ યુવાનના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે હાલ પોલીસે બનાવની નોંધ કરી હત્યાની આશંકા સાથે બનાવની તપાસ શરુ કરી છે

(12:38 am IST)