Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રાણપુર શહેર ભાજપ પ્રમુખપદે ડો,જગદીશભાઈ પંડ્યા અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ધીરુભાઈ ઘાઘરેટિયાની વરણી

બોટાદ જીલ્લાના રાણપુર શહેર ભાજપ સંગઠનની નવરચના કરવામાં આવી હતી જેમાં રાણપુર શહેર ભાજપ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના પીઢ આગેવાન ડો.જગદીશભાઈ પંડ્યાની વરણી થતા હાજર સૌ કાર્યકરોએ ડો.જગદીશભાઈ પંડ્યા ને અભિનંદ પાઠવ્યા હતા

 .આ સંગઠન નવરચના કાર્યક્રમમાં જીલ્લાના આગેવાનો તેમજ સ્થાનિક આગેવાનો માં જીવાભાઈ રબારી,મનિશભાઈ ખટાણા,કનકબેન છાપરા,ધરાબેન ત્રિવેદી,હરેશભાઈ જાંબુકીયા,હરીભાઈ સભાડ,બિસુભા પરમાર સહીત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.

રાણપુર તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ધીરૂભાઈ ઘાઘરેટીયા,મહામંત્રી તરીકે ગૌતમભાઈ ધાંધલ અને ભરતસિંહ ડોડીયાની વરણી કરવામાં આવતા રાણપુર શહેર તેમજ તાલુકાના કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા..

(12:03 am IST)