Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

જામનગરના સુવરડા ગામે કરા સાથે 3 ઇંચ વરસાદ ખાબક્યો લખપતના કોટડામઢ નજીક વીજળી પડતા યુવકનું કરૂણમોત

જામકંડોરણાના ગુંદાસરા અને રાજકોટના ઉપલેટામાં કરા સાથે વરસાદ

જામનગરના સુવરડા ગામે કરા સાથે 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. માત્ર સુવરડા જ નહીં પરંતુ અલિયાબાળા તેમજ રામપરમાં પણ ભારે વરસાદથી ખેડૂતોની હાલત દયનીય બનાવી દીધી છે.

   રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગુદાસરી ઞામે કરા સાથે વરસાદ વરસ્ય હતો.વરસાદી માહોલથી મગફળી, કપાસના પાકને ભારે નુકસાન થયુ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટમાં કરા સાથે વરસાદ પડ્યો હતો  ગઢાળા,કેરાલા અને ખાખી-જાળીયા સહિતના ગામડાઓમાં કપાસના પાકમાં નુક્શાન થયું છે.

  કચ્છના લખપત તાલુકાના કોટડામઢ ગામ પાસે વીજળી પડી હતી. ખેતરમાં કામ કરી રહેલા 34 વર્ષીય યુવક પર વીજળી પડતા મોત થયુ હતુ.

(9:14 pm IST)