Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

વાંકાનેરના કોળી યુવકની હત્‍યાની તપાસ અન્‍ય અધિકારીને સોંપવા માંગણી

વાંકાનેર, તા. ૧પ : ભાટીયા સોસાયટી વિસ્‍તારમાં રહેતા કોળી યુવાન મેટાળીયા વિજયભાઇ હકાભાઇને તા. ૭-૧૧-ર૦૧૮ના રોજ ભાટીયા સોસાયટી વિસ્‍તારમાં લુખ્‍ખા અને અસામાજીક તત્‍વો દ્વારા છરીના ઘા મારી નિર્મમ અને કરપીણ હત્‍યા કરવામાં આવેલ. આ હત્‍યા કરનાર શખ્‍સો વિરૂદ્ધ પોલીસ તપાસ વાંકાનેર પી.આઇ. વાઢીયાને સોંપવામાં આવેલ છે, પરંતુ પી.આઇ. વાઢીયા આ તપાસ નિષ્‍પક્ષ કરી શકે તેવા કોઇ અણસાર જણાતા નથી તેવા આક્ષેપ કોળી સમાજે કર્યો છે.

આ ઘટનાના મૃતક મેટાળીયા વિજયભાઇ હકાભાઇને છરીના ઘા વાગ્‍યા બાદ જયારે સારવાર માટે વાંકાનેર રેફરલ હોસ્‍પિટલમાં દાખલ કરે ત્‍યારે વાંકાનેર ફેરફરલ હોસ્‍પિટલ દ્વારા આ કેસ ગંભીર હોય વધુ સારવાર અર્થે રાજકોટ સીવિલ હોસ્‍પિટલમાં રેફરલ કરાતા ત્‍યાં પોલીસ તપાસ અર્થે ગયેલ. પી.આઇ. વાઢીયા દ્વારા વિજયભાઇનું નિવેદન લેતી વખતે તેના તમામ સગા સંબંધીને હોસ્‍પિટલના રૂમમાંથી દૂર ખસેડેલ. આ બાબત વિજયભાઇના સગા સંબંધીઓ દ્વારા તકરાર કરવા છતા પી.આઇ. વાઢીયા દ્વારા બંધ રૂમમાં વિજયભાઇનું નિવેદન લાીધેલ છે. નિવેદનના લીધા બાદ વિજયભાઇ દ્વારા સગાસબંધીને જાણ કરવામાં આવી હતી કે મારી સહી કોરા કાગળમાં લીધેલ છે જે બાબતે એમ પી.આઇ. વાઢીયાને કહેતા તેમને ઉછેકરાઇને તમને પોલીસ તપાસમાં શુ ખબર પડે ? તમ કહી વધુ ડોઢા થશો તો કેસ બગાડી નાખીશ તેવી ધમકી આપેલ.

આ બનાવને સમગ્ર કોળી સમાજ, વિશ્વ હિન્‍દુ પરિષદ, શિવસેના તથા અન્‍ય વિવિધ હિન્‍દુ સમાજ દ્વારા સખત શબ્‍દોમાં વખોડી કાઢેલ છે. આ બનાવની નિષ્‍પક્ષ તપાસ થાય તે માટે પી.આઇ. વાઢીયાને સ્‍થાને આ તપાસ કોઇ અન્‍ય પોલીસ અધિકારી દ્વારા થાય તે અનિવાર્ય છે. જો બાબતે યોગ્‍ય ન્‍યાય નહિ મળે તો ગાંધી ચિંધ્‍યા માર્ગે આંદોલન ચલાવામાં આવશે. આ આંદોલનના પરિણામે જે કાંઇ પરિણામો આવશે તેની સઘળી જવાબદારી સરકારશ્રીની રહેશે.

(3:44 pm IST)