Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

અંજારમાં મહિલા દ્વારા રોટલામાં ઝેર ભેળવી પતિ અને પુત્રની હત્‍યાનો પ્રયાસ

ભુજ તા. ૧૫ : આદિપુર અંજાર માર્ગ પર મેઘપર કુંભારડી ગામે શનિદેવ મંદિર પાછળ આવેલ વસાહતમાં મહિલા દ્વારા ખોરાકમાં ઝેર ભેળવીને પોતાના પતિ અને યુવાન પુત્રની હત્‍યા કરવાના પ્રયાસે ચકચાર સર્જી છે. ૫૬ વર્ષીય દુદાભાઈ હરિ રાઠોડ અને તેમના ૨૦ વર્ષીય પુત્ર નરશી ઉર્ફે લાલા ને ખોરાકી ઝેરની અસર થતા હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતા.ᅠ

દરમ્‍યાન દુદાભાઇના ભત્રીજાને દાળમાં કઈ કાળું હોવાની શંકાના આધારે તપાસ કરતા ઘરની બહાર જંતુ નાશક દવા અને લોટ જોવા મળ્‍યો હતો. તે વચ્‍ચે પિતા પુત્રને પણ ભાન આવતા આ બનાવનો ભાંડો ફુટયો હતો. પત્‍ની હેમીબેનના ચારિત્ર્ય ઉપર પતિ દુદભાઇને શંકા હતી તેમ યુવાન પુત્ર લાલો પણ ટેકો આપતો હોય ઝઘડાઓ થતા હતા.

બનાવને દિવસે આ જ મુદ્દે ઝઘડો થતા હેમીબેને લોટમાં દવા નાખીને પતિ તેમજ પુત્રને મારી નાખવાનો કરશો ઘડ્‍યો હતો. જોકે, ફરિયાદને પગલે પોલીસે હેમીબેન રાઠોડ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

(3:43 pm IST)