Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

લીંબડીમાં રહેણાંક મકાનના ગુપ્ત ટાંકામાંથી દારૂ-બિયર ઝડપાયો

આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમનો દરોડો

રાજકોટ તા. ૧પ : રેન્જમાં પ્રોહી જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી.સંદિપસિંહ આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળાને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના માણસોને હકીકત મળેલ કે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ પાવર હાઉસ રોડ ઉપર રહેતો આરોપી ઉમેશ ઉર્ફે લાલો રાજેશભાઇ બાવાજી વાળો પોતાના રહેણાક મકાનમાં ગુપ્ત ટાંકામાં ગે.કા.ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઉતારી રાખી વેચાણ કરે છે.

જેથી તુરત જ સ્ટાફના દિપસિંહ ચીત્રા, સવજીભાઇ દાફડા, રવીભાઇ ભરવાડ તથા રાજદિપસિંહ ઝાલા નાઓને હકીકત વાળી જગ્યાએ મોકલી સદર મકાન ચેક કરાવતા સદર મકાનમાં ગુપ્ત ટાંકી બનાવી તેમાં બીયર ટીન નં. ર૬૪ કિ. રૂ. ર૬,૪૦૦ તથા મોબાઇલ ફોન ૧ મળી કુલ રૂ.૩૧,૪૦૦ નો મુદામાલ મળી આવેલ તેમજ આરોપી ઉમેશ ઉર્ફે લાલો રાજેશભાઇ બાવાજી રે. લીંબડી પાવર હાઉસ રોડ પાસે વાળો હાજર ન મળી આવતા તેના વિરૂધ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કર્યો છ.ે

(1:53 pm IST)