Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ધ્રાંગધ્રાના ભરાડાના ૧૦ પરીવારના સભ્યોની હિજરતની ચિમકી

પ્રશ્નોનો ઉકેલ ન આવતા આવેદન

 વઢવાણ, તા., ૧૫: ધ્રાંગધ્રાના ભરાડા ગામના અ.નુ.જાતીના ૧૦ પરીવારજનો ભરાડા ગામે હિઝરત કરી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીને ઘેરાવ કરવા હોવાનું હાલમાં જણાવી રહયા છે. ત્યારે આ અનુજાતીના ૧૦ પરીવારજનોનો પ્રશ્ન છે કે જેઓના વિસ્તારમાં રોડ રસ્તા લાઇટ પાણીની સમસ્યા છે જયારે પ્લોટના કબ્જા ફાળવ્યા બાદ આપવામાં આવતા નથી.

આ લોકો જયા વસવાટ કરે છે ત્યાં શૌચાલયની સુવિધા આજ દિન સુધી આપવામાં ન આવી હોવા છતા પણ ૧૦ શૌચાલય બતાવી દેવામાં આવ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના ૧૦ પરીવારજનો હિઝરત કરવાના છે. અંગેનું આવેદનપત્ર મહેતલ આપવામાં ન આવી હોવા છતા નિર્ણય ન લેવાતા ૧૬-૧૧ના રોજ ભરાડા ગામેથી ૧૦ પરીવારજનો હિજરત કરવાના હોવાનું જણાવી રહયા છે. ત્યારે તંત્રમાં ભારે અફડાતફડીનો માહોલ છવાયો છે.

(1:43 pm IST)