Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

જૂનાગઢમાં બે નકલી ગ્રાહક વેપારીની નજર ચૂકવી રૂ.૩પ હજારની રોકડ ચોરીને ફરાર

કરિયાણાના વેપારી સાથે ઠગાઇની ચકચાર

જુનાગઢ, તા. ૧પ : જુનાગઢના દોલતપરામાં ગુરૂકૃપા ટ્રેડર્સ નામની કરીયાણાની દુકાન ધરવાતા નટુભાઇ ભીખાભાઇ પાનસેરીયા-પટેલને ત્યાં ગઇકાલે બે અજાણ્યા શખ્સો ગ્રાહક બનીને આવેલા હતાં.

બંને ઇસમોએ વેપારીને કરીયાણાની વિવિધ ચીજવસ્તુનું લાંબુલચક લીસ્ટ આપી બાદમાં રૂ. ર૦૦૦ની નોટના છુટા માંગ્યા હતા.

આ સમયે વેપારી પાસે રૂ. પ૦૦ના દરની થોકડી ગણવાના બહાને લઇ અને નટુભાઇની નજર ચૂકવી રૂ. ૩પ હજારની રોકડ સેરવી લીધી હતી.

આ પછી બંને શખ્સો ફોન આવ્યો હોવાનું કહીને નાસી ગયા હતા. આ અંગે વેપારીએ ફરીયાદ કરતા એ-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

(1:40 pm IST)