Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

પોરબંદરઃ ખેડૂતોના આપઘાત બાદ પરિવારોને સહાય અંગે અધિકારીઓ કહે અમોને સૂચના નથી

પોરબંદર તા.૧૫: આપઘાત કરવા ખેડૂતો માટે ગુજરાતના નાયમ મુખ્‍યમંત્રી નીતિનભાઇ એ ગુજરાત ભાજપ સરકારના પ્રવકતા તરીકે જાહેરાત કરી હતી કે આર્થિક સંકળામણને કારણે આપઘાત કરતા ખેડૂતોને ૪ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

આ બાબતે રામદેવભાઇ મોઢવાડીયાએ ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરીને આ યોજના બાબતે પુછતાં ખેતીવાડી અધિકારીએ ઇન્‍કાર કર્યો હતો અને જણાવ્‍યું હતું કે આ બાબતે અમોને ખેતીવાડી વિભાગ દ્વારા કોઇ લેખિત સુચના આપવામાં આવેલ નથી. તેથી જયાં સુધી લેખિત સુચના ન મળે ત્‍યાં સુધી અમો કોઇ કાર્યવાહી ન કરી શકીએ.

કોંગ્રેસના આગેવાનોએ આર્થિક સંકળામણ અનુભવતા ખેડૂત પરિવાર ઉપર સ્‍વ. વીરમભાઇના અવસાનને કારણે આવી પડેલ આફતની ઘડીમાં સાંત્‍વના આપી હતી. અને આપઘાત કરવા ખેડૂતોનો પ્રશ્ન વિધાનસભાના ફલોરમાં અને શેરી, ગલી સુધી લઇ જવાની ખાત્રી આપી હતી.

કોંગ્રેસના આગેવાનોએ જણાવ્‍યું છે કે અછતના સમયમાં ખરેખર તમામ ઓફિસો અછત કાર્યાલયોમાં કોંગ્રેસના વખતમાં પરિવર્તીત થઇ જતી હતી તેની જગ્‍યાએ આ ભાજપની સરકાર અછતની કામગીરીને બદલે અછત જાહેર કરવાને બદલે ઉત્‍સવોમાં વ્‍યસ્‍ત છે.

બાકી રહેલા તાલુકાઓને અછતગ્રસ્‍ત જાહેર નહી કરવામાં આવે અને જાહેર થયેલા તાલુકાઓમાં અછતની કામગીરી શરૂ નહી કરવામાં આવે  ખેડૂતો-ખેતમજૂરો જલદ આંદોલન કરશે અને તેની આગેવાની કોંગ્રેસ પક્ષ લેશે તેને માટે ઉભી થનારી તમામ પરિસ્‍થિતિની જવાબદારી ભાજપની થશે તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્‍યું છે.

(12:30 pm IST)