Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ધોરાજી : ગુજરાતી સમાજ મહિલા મંડળ દ્વારા નૂતન વર્ષ

ધોરાજી : અમેરીકામાં વસતા ગુજરાતના લોકોએ અમેરીકાના ચાર્સલર ખાતે વેસ્ટ વર્જીનીયાના મંદિર ખાતે નવુ વર્ષ નિમિતે મહિલાઓ દ્વારા મંદિર પૂજા અર્ચના અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના યોજેલ હતી. હેમલતાબેન પટેલ, નીમીશાબેન પટેલ, દિપ્તી રોહિત પટેલ તેમજ ગુજરાતી સમાજની બહેનોએ ઉત્સાહભેર નવા વર્ષની ઉજવણી કરી. અમેરીકામાં ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવેલ અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયુ હતું.

(11:14 am IST)