Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

માંગરોળ પાલિકાના સુપર વાઇઝરના ત્રાસથી કંટાળી સફાઈ કામદાર રેખાબેને ફીનાઇલ પીધું !

માંગરોળ નગર પાલિકાના સુપર વાઇઝરના ત્રાસથી કંટાળી સફાઈ કામદાર રેખાબહેન રાજેશભાઇ ટીમણિયા નામના સફાઈ કામદારે દવા પી આપઘાત કરી લેવાની કોશિશ કરી લેવાની ઘટના સામે આવી હતી,સફાઈ કામદારને વારંવાર કામ બાબતે પજવવણી કરવામાં આવતી હતી અને ભેદભાવ ભર્યા વ્યવહાર અને વલણના કારણે સફાઈ કામદાર બહેને કંટાળી આખરે ફીનાઈ પી ને જીવન ટુકાવવી આપઘાત કરવા મજબુર થયા હતા.

 મળતી માહિતી મુજબ રેખાબહેન રાજેશભાઇ ટીમણિયા માંગરોળ નગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે કાર્ય કરે છે ,જેમને નગરપાલિકાના સુપર વાઇઝર દ્વારા એકલા કામ કરવાની અને વધુ કામનું ભારણ આપવામાં આવતું હતું અને દુશ્મનાવટ ભર્યા અને ભેદભાવ ભરર્યો વ્યવહાર કરવામાં આવ્યા હોવાથી આખરે કંટાળી રેખા બહેને ઘરે જઈ ઘરમાં રહેલી ફીનાઇલ ની બોટલ પી જઈને જીવન ટૂંકાવવી આપઘાત કરવાની કોશીસ કરી હતી,જેમાં તેઓના જેઠાણીને બાબતે ખબર પડતાં તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટમા લઇ જવામાં આવ્યા હતા.

(1:19 am IST)