Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પોરબંદર વી.જે.મદ્રેસા ખાતે જશ્ને ઈદે મિલાદુન્નબીના પ્રસંગે ઓપન નાઅતીયા કોમ્પિટિશન

ઈદ એ મિલાદુન્નબી નિમિતે ગર્લ્સ સ્કુલ માં આયોજન: ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ભાગ લેશે: પ્રથમથી તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર ને ૧૧૦૦૦ થી ૨૫૦૦ ના અપાશે રોકડ ઈનામ

પોરબંદર : વી.જે. મદ્રેસાના ઓન સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોરબંદર વી.જે.મદ્રેસા દ્વારા ઓપન નાઅતીયા કોમ્પિટિશનનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. તા. 17/10 રવિવારના રાત્રે 10 વાગ્યા થી ઈદ એ મિલાદુન્નબી નિમિતે મેમણવાડમાં આવેલ ગર્લ્સ સ્કુલ ખાતેનાઅત કોમ્પિટેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્કૂલમાં હાલમાં અભ્યાસ કરતા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ભાગ લેશે. પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારને 11000નું અપાશે ઇનામ અપાશે જ્યારે બીજા ક્રમે આવનારને 5100 અને ત્રીજા ક્રમે આવનારને 2500નું ઇનામ રાખવામાં આવ્યું છે.

  પ્રોગ્રામ બાદ ન્યાઝ નું પણ આયોજન રાખવામાં આવ્યું છે. સૌ ને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવે છે. મિલાદુન્નબી આ કાર્યક્રમ ને સફળ બનાવવા આ શાળા ના પૂર્વ વિધાર્થીઓ શાહિદખાન શેરવાની, મુહમ્મદજુનેદ કુરેશી તથા શાળા ના આચાર્ય ઇસ્માઇલ મુલતાની સહિત શાળા ના વિધાર્થીઓ ઉત્સાહભેર જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં આ આ વોર્ડના વેક્સિનેશન નહિ લીધેલા લોકોને કોરોના વેક્સિનેશન વહેલી તકે લઇ લેવા માટે જાગૃત કરી સમગ્ર વિસ્તારને ૧૦૦ ટકા વેક્સિનેશન યુક્તના લક્ષ્યાંકને પૂરો કરવામાં આવશે તેમ ફારૂક સુર્યા ઓન. સેક્રેટરી વી.જે.મદ્રેસા હાઈસ્કૂલ પોરબંદર.ની યાદીમાં જણાવાયું છે

(9:17 pm IST)