Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સાવરકુંડલાના ગોરડકામાં વન્ય પ્રાણીએ બાળાને ફાડી ખાધી

૮ વર્ષની બાળા ઉપર સિંહે હુમલો કર્યાનું તારણ : વન વિભાગ દ્વારા તપાસ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧પ : અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકામાં વન્ય પ્રાણીએ ૯ વર્ષની બાળાને ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ  સાવરકુંડલા ના ગોરડકા ગામે ૮ વર્ષની બાળકી પર મોડી રાત્રીના સમયે વન્ય પ્રાણીએ હુમલો કરી બાળકીને ફાડી ખાઈ મોત નિપજાવ્યું. ખેતરના  ઝુંપડામાં સુતેલી બાળકીને ઢસડીને દૂર લઈ ગયો હતા. બાળકીના પરિવાર જાગે તે પહેલા બાળકીનું મોત નિપજાવ્યું હતું સાવરકુંડલા વનવિભાગની ટિમ ઘટના સ્થળ પર પહોંચી હતી આ બાળકી પર સિંહ દ્વારા હુમલો થયાનું સ્થાનિકોનું માનવું છે. વન વિભાગ દ્વારા સિંહ કે દીપડા દ્વારા હુમલો કરાયો તે દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે.

નાની એવી બાળાને વન્ય પ્રાણીએ ફાડી ખાતા બાળાના શરીરના અવશેષો મળ્યા હતા. આ બનાવથી નાના એવા ગોરડકા ગામે અરેરાટી વ્યાપી ગઇ છે.

વન વિભાગની ટીમે બાળાને ફાડી ખાનાર વન્ય પ્રાણીને શોધવા માટે તપાસ હાથ ધરી છે.

(12:38 pm IST)