Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

છોડવડી, ભેંસાણ, રાણપુર,ઢોળવા અને ખંભાળિયા ગામ માટે વાસ્મો પુરસ્કૃત નલ સે જલ યોજનાનું ખાતમુહૂર્ત

રૂ. ૫ કરોડના ખર્ચે ૫ ગામને નલ સે જલ યોજનાનો લાભ મળશે

જૂનાગઢ,તા.૧૫: ૧૪ છોડવડી, ભેંસાણ, રાણપુર, ઢોળવા અને ખંભાળિયા એમ પાંચ ગામ માટે વાસ્મો પુરસ્કૃત નલ સે જલ યોજનાનું વાહન વ્યવહાર અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અરવીંદભાઇ રૈયાણીએ આજે છોડવડી ખાતે ખાતમુર્હુત કયું હતું.

પાંચ ગામના ૫૭૪૭ ઘરોમાં રૂ.૫ કરોડ ઉપરાંતના ખર્ચે નલ સે જલ યોજનાના માધ્યમથી નળ વાટે પાણી મળતુ થશે. તેમ આ પ્રસંગે જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, આ સરકારે હંમેશા લોકોની ચિંતા કરી છે. પ્રજાલક્ષી કામગીરીને પ્રાધાન્ય આપવુ એજ આપણી પ્રાથમિકતા છે.

વાસ્મો પુરસ્કૃત યોજનાથી છોડવડી, ભેંસાણ, રાણપુર, ઢોળવા અને ખંભાળિયાને ઘરે-ઘરે નળથીપાણી આપવા આ યોજનાથી પાણી મળતુ થશે તેમ આ પ્રસંગે જણાવી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી કીરીટભાઇ પટેલે કહ્યું કે, લોકોના સર્વાગી વિકાસ માટે સરકાર પ્રતિબધ્ધ છે.

છોડવડી ખાતે યોજાયેલ ખાતમુર્હુત સમારોહમાં સાસંદશ્રી રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા કલેકટરશ્રી રચિત રાજ, જિલ્લા પંચાયતના સભ્ય લાભુબેન ગુજરાતી, કુમારભાઇ, વાસ્મોના યુનીટ મેનેજરશ્રી કારીયા, અગ્રણી ઉમેશ બાંભરોલીયા, છોડવડીોના સરપંચ રમેશભાઇ કોઠીયા, અન્ય ગામના સરપંચશ્રીઓ, સાધુસંતો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન ગાંડુભાઇ કથીરીયાએ અને આભારવિધિ શાળાના આચાર્યશ્રીએ કરી હતી.

(12:37 pm IST)