Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

મોરબી મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકમાં જીલ્લાના વિકાસ કામો અંગે ચર્ચા કરાશે.

મોરબી :  રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને તા. ૧૬-૧૦-૨૦૨૧ના રોજ શનિવારના કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામો અને સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ સહિતના વિવિધ મુદ્દે તેમજ પ્રગતિ પરના કામોની ચર્ચા હાથ ધરવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે

(12:31 pm IST)