Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પોરબંદરઃ સગીરા ઉપરના બળાત્કાર કેસમાં આરોપીના હાઇકોર્ટમાં જામીનમંજુર

પોરબંદર તા.૧પ : પોરબંદરમાં ૧પ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કેસમાં આરોપીના જામીન હાઇકોર્ટે મંજુર કર્યા હતા.

બનાવની વિગત મુજબ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી દ્વારા તેના સગા મોટાભાઇ અરભમ ટપુ પરમાર સામે એવા મતલબની ફરિયાદ તા.ર૬-૦૯-ર૦ર૦ના રોજ લખાવેલી કે, પોતાની પુત્રી કે જે ૧પ વર્ષની હોય અને લાકડા કાપવા માટે ગયેલી હોય અને તે વખતે તેના સગા  મોટાભાઇએ તેની ઉપર બળાત્કાર કરેલ છે. તેવીફરીયાદ નોંધાવેલી હતી. અને તે અન્વય પોલીસ દ્વારા તપાસ કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટક રેલું હતુ અને તે અન્વયે નામદાર કોર્ટમાં જામીન અરજીક રતા કોર્ટ દ્વારા અરજી નામંજુર કરેલ  હતી. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરતા  ડોકટરની જુબાનીમાં પણ ભોગ બનનાર ઉપર બળાત્કાર થયેલો હોય તેવા કોઇ ચિન્હો જણાયેલ નથી. તેવું જુબાની આપેલી હોય અને તે રીતે જયારે આરોપીએ કોઇ ગુન્હો જ કરેલો ન હોય ત્યારે તેને લાંબો સમય જેલમાં રાખી શકાય નહી. તેવી વિગતવાર દલીલ કરતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા શરતોને આધીન જામીન મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં હાઇકોર્ટમાં મયુરીબેન, ચૌહાણ તથા પોરબંદરમાં જાણીતા એડવોકેટ દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા તથા નવઘણ જાડેજા રોકાયેલા હતાં.

(11:26 am IST)