Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

લોધીકાના કોઠા પીપળીયામાં જય ખોડિયાર ગરબી મંડળની બાળાઓ દ્વારા માતાજીની આરાધના

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૧૪ : લોધિકાના કોઠા પીપળીયા માં જય ખોડીયાર ગરબી મંડળની બાળાઓ માતાજીનીઙ્ગ આરાધના સાથે પ્રાચીન ગરબાનું આકર્ષણ કેન્દ્ર બને છે.

લોધીકા તાલુકાના કોઠા પીપળીયા ગામે રામજી મંદિર ચોક ખાતે યોજાતી જય ખોડીયાર ગરબી મંડળ દ્વારા નવરાત્રી દરમિયાન માતાજીનીઙ્ગ આરાધના સાથે પ્રાચીન ગરબાનું આકર્ષણ કેન્દ્ર બને છે.

જય ખોડીયાર ગરબી મંડળની નાની-નાની બાળાઓ દ્વારા દરરોજ અવનવા પ્રાચીન ગરબા ગાવામાં આવે છે હીચ રાસ,ઙ્ગ ખંજરી રાસ,ઙ્ગ દાંડિયા રાસનું એક આકર્ષણ કેન્દ્ર બને છે. જેમાં નાની નાની બાળાઓ અલગ-અલગ માતાજીનું રૂપ ધારી આકર્ષણનું કેન્દ્ર બને છે. જેમાં આયોજકો દિલીપભાઈ ધીયાળ, જતિનભાઈ, અશોકભાઈ, મુકેશભાઈ,ઙ્ગ મહેશભાઈ, અરવિંદભાઈ વગેરે ગામ લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે.

(11:06 am IST)