Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

મોરબીમાં કોટુંબીક ભાભી પર મોહી ગયેલા સરફરાજે ભાઇ ઇમરાનની હત્યા કરી નાંખી!

સરફરાજને પોતાના કોટુંબીક ભાઇ ઇમરાનની પત્નિ ગમતી હોઇ તેણે ઇમરાનને 'તું તારી પત્નિને છોડી દે, મારે તેની સાથે શાદી કરવી છે' કહેતાં ઇમરાને ના પાડતાં છરીના ઘા ઝીંકી પતાવી દીધોઃ અરોપી સકંજામાં

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર ઇમરાનશાનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૫ : મોરબીમાં રાત્રીના લીલાપર રોડ પર આવેલા હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં યુવાન પર તેના જ કૌટુંબિક ભાઈએ છરીના ના ઘા ઝીંકી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે તો મૃતકના મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો તો મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના લીલાપર રોડ પર હોથીપીરની દરગાહ નજીક રહેતા અને રિક્ષા ચલાવતા ઈમરાનશા ઉમરશા શાહમદાર ઉ.વ.૨૫ વાળાને તેના જ કાકાના દીકરા સર્ફરાજ ફિરોઝશા શાહમદાર રહે.મકરાણી વાસ વાળાએ અચાનક જ આવીને પેટના ભાગે છરીના ઘા ઝીકી દેતા ઇમરાન શાહમદારને મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યાં જ ઈજાગ્રસ્ત ઇમરાનનું મૃત્યુ નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો તો ધટનાની જાણ થતા મોરબી ડીવાયએસપી, એ ડીવીઝન પોલીસ, એલસીબી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો તો મૃતકના મૃતદેહને પી એમ માટે ખસેડી બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી.

મોરબી એ ડીવીઝન પોલીસમાં મૃતકના ભાઈ જાવેદશા ઉમરશા શાહમદાર (ઉ.૩૨) એ ફરિયાદ નોંધાવી છે કે તેના નાના ભાઈ ઇમરાનની પત્ની સાહીદા આરોપી સરફરાજ ફિરોજશા શાહમદારને ગમતી હોય અને તે તેની સાથે લગ્ન કરવા હોય જેથી ઇમરાનને તેની પત્ની સાથેના સંબધ છોડી દેવાનું જણાવતા ઈમરાને નાં પાડતા આરોપી સરફરાજે મૃતક ઇમરાનના ઘરે જઈને છરી વડે હુમલો કર્યો હોય જેમાં ઇમરાનને છરીના ઘા મારવામાં આવતા તેનું મૃત્યુ નીપજયું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી તો આરોપી સરફરાજ શાહમદાર પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી.(

(11:04 am IST)