Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

હિરણ નદીના પુલ ઉપર વાહનો ફસાતા રાત્રીના બંને બાજુ પાંચ પાંચ કિલોમીટરની લાઇનો

પ્રભાસ પાટણ,તા.૧૫: વેરાવળ તાલુકાના કાજલી માર્કેટ યાર્ડ ની બાજુમા આવેલ હિરણ નદી ના પુલ ઉપર મોટા ગાબડા પડેલા હોવાથી વાહનચાલકોને ખુબ જ મુશ્‍કેલી પડે છેᅠ તાજેતરમાં થયેલા વરસાદને કારણે હિરણ નદીના મોટા પુલ ઉપર પાણી ભરાવાના કારણે પુલના બન્ને છેડા એ કાંકરી નાં મોટા ઢોરા થયેલા છે તેમજ પુલ ની વચ્‍ચેના ગાળામાં પણ ઢોરા ઢચકા ને કારણે વાહનો ચલાવવા અતિ મુશ્‍કેલ બનેલ છે અને આ પુલ સેકન્‍ડો માં પસાર થવાતુ તેની જગ્‍યાએ દશ થી પંદર મિનિટ જેટલો સમય લાગે છે અને વાહનો ફસાય તો કલાકો નો સમય નિકળી જાય છે.
આ હિરણ નદી ઉપર નો પુલ એ ખુબજ મહત્‍વ નો છે કારણકે વેરાવળ કોડીનાર ઉના ને જોડતો એક માત્ર રસ્‍તો છે આ પુલ ને કાઈ થાય તો સંપૂર્ણ રસ્‍તો બંધ થઈ જાય અને અન્‍ય કોઈ વિકલ્‍પ પણ નથી છતાં આવા મહત્‍વના પુલ પ્રત્‍યે ધ્‍યાન આપવામાં આવતું નથી આ પુલ ઉપર થીં સતત વાહનોની અવરજવર રહે છે અને કંપની ઓ ના હેવી વેઇટ વાહનો ની અવર જવર થી પુલ ને નુકસાન થાય છે આ પુલ ઉપર રીપેરીંગ અને પાણી નો યોગ્‍ય નિકાલ ખુબજ જરૂરી છે જેથી લોકો નો સમય બગડતો અટકે આ ટાફીક ને કારણે ૧૦૮ એમ્‍બ્‍યુલસ પણ નીકળી શકતી નથી બીમાર વ્‍યક્‍તિનેનો જીવ જોખમમાં મૂકાય છે જેથી તંત્ર દ્વારા પુલ ની કાયમી જાળવણી કરવી જરૂરી છે તેવી વાહન ચાલકોની માંગણી છે.
અત્‍યારે વરસાદ બંધ થયેલ છે તેથી આ પુલ ઉપરથી ઢોરા ઢચકાનુ લેવલ કરી અને તાત્‍કાલિક પાણી ન ભરાય તે રીતે ડામર નુ પેવર કરવો કરવો ખૂબજ જરૂરી છે આ પુલ ઉપર સતત મોટા વાહનોની અવર જવર રહેશે જેથી ટ્રાફીકના પ્રશ્નો વારંવાર જોવા મળે છે અને બાઇક ચાલકો પડવાનાં બનાવો રોજ બંને છે
આ હિરણ નદીના પુલ ઉપરથીં રાજકીય અગ્રણીઓ અને જીલ્લા કક્ષાના અધિકારી પસાર થાય છે છતાં આ પ્રજાની ભયંકર મુશ્‍કેલી પ્રત્‍યે દુર્લક્ષ સેવવામાં આવી રહેલ જેથી આ પુલ ઉપર નો રસ્‍તો તાત્‍કાલિક રીપેરીંગ કરાવે તેવી પ્રબળ માંગણી છે.

 

(10:59 am IST)