Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

કચ્છમાં અદાણી બંદરના સિકયુરિટી ગાર્ડની ગાડી ઉપર ટોળાનો હુમલો

તુણા (અંજાર) પોર્ટ ઉપર ટ્રકને બ્લેક લીસ્ટ કરતાં પથ્થરમારો કરી મારી નાખવા ધમકી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૫: કંડલા પોર્ટની નજીક આવેલ હાલે અદાણી પોર્ટ હસ્તકના તુણા સેટેલાઈટ પોર્ટ ઉપર ટ્રકને બ્લેક લીસ્ટ કરાયા બાદ સિકયુરિટી ગાર્ડ સાથે ધાકધમકી અને અન્ય ટોળા દ્વારા ગાડી ઉપર પથ્થરમારો કરવાના બનાવે ચકચાર સર્જી છે. આ અંગે સિકયુરિટી હેડ તરુણ શેશકરણ જાંગુએ પોર્ટ ઉપર અન્ય ટ્રક ચાલકો સાથે બબાલ કરનાર ટ્રક ચાલક અબ્દુલ મામદ સમેજાની ટ્રકને બ્લેક લિસ્ટ કરી હોઈ તેનો ભાઈ સુલતાન મામદ સમેજા પોર્ટ ઉપર આવ્યો હતો અને આ અંગે ઝદ્યડો કરી ગેર વર્તન કરી સુલતાન અને અબ્દુલ બન્નેએ અન્ય બે સુરક્ષા ગાર્ડ લવપ્રીતસિંદ્ય અને રામુસિંદ્ય સાથે તેમને ધમકી આપી હતી કે જો તેમની ગાડી તુણા ગામમાંથી નીકળશે તો તેમને જાનથી મારી નાખશે. ત્યારબાદ તરુણ જાંગુ, લવપ્રીતસિંઘ, ખાદીમ હુસેન અને હિતેશ આહીર અદાણી પોર્ટની ગાડી સાથે નીકળ્યા ત્યારે તુણા વંડી રોડ ઉપર હાસમ સોઢા, ફારુક મામદ સમેજા, આરીફ હુસેન બાવા અને અન્ય ૨૦ જણાના ટોળાએ તેમની ગાડી રોકી પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બે અલગ અલગ ગુનાઓ દાખલ કરી પૂર્વ કચ્છ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:22 am IST)