Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

હત્યા કેસના આરોપી હિતેન્‍દ્રસિંહ ઝાલાને પોલીસે ધ્રાંગધ્રાની હોટલમાં વેઇટર બનાવ્યો હતોઃ હાથકડી પણ બાંધી ન હોવાનું સીસીટીવી ફુટેજમાં ખુલ્યુ

અમદાવાદ :સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાંથી આરોપી ફરાર થવાના મામલામાં અમદાવાદ પોલીસની બેદરકારી સામે આવી છે. આ કેસમાં એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પોલીસે આરોપી પાસે હોટલમાં ભોજન પિરસાવ્યું હતું તે સ્પષ્ટ દેખાય છે. તો બીજી તરફ, આરોપીના હાથમાં હાથકડી પણ બાંધેલી નથી. આમ, આ કેસમાં પોલીસની બેદરકારીથી ડબલ મર્ડરનો આરોપી ફરાર થયો છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાંથી ડબલ મર્ડરનો આરોપી ફરાર થવાના મામલામાં અમદાવાદ પોલીસની બેદરકારી સામે આવી છે. અમદાવાદ પોલીસ સાબરમતી જેલમાંથી ડબલ મર્ડરના આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાને લઈને મોરબી જવા નીકળી હતી. જ્યાં સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રાની હોટલમાં પોલીસ રોકાઈ હતી. અહીં પોલીસે આરોપીને વેઈટર બનાવ્યો હતો. અને આ જ તકનો લાભ લઈને ડબલ મર્ડરનો આરોપી ફરાર થઈ ગયો હતો. બે-બે મર્ડર કરનાર આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં અમદાવાદના PSI હર્ષપાલસિંહ જેનાવત ઉપરાંત કોન્ટેબલ રાજુભાઇ બારીયા, દિલીપભાઇ જાદવ અને ગજેન્દ્રસિંહ ભીખુભા સામે બેદરકારીની ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ પોલીસના PSI અને 3 કોન્સ્ટેબલોએ ડબલ મર્ડરના આરોપી પાસે ભોજન પિરસાવ્યું હતું. સાથે જ આરોપીના હાથમાં હાથકડી પણ બાંધી નહોતી.  

(5:21 pm IST)