Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જુનાગઢ મનપાના આસિ. કમિશનર ડેન્ગ્યુની ઝપટે

તંત્ર સફાળુ જાગ્યું અનેક વિસ્તારમાં ચેંકીગ-સફાઇ કરી

જૂનાગઢ,તા.૧૫:જૂનાગઢમાં ડેન્ગ્યુની ઝપટે મનપાના આસિસ્ટન્ટ કમિશનર પણ આવી ગયા છે. આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજાને ડેન્ગ્યુ થતા તંત્રમાં વધુ એક વખત હરકતમાં આવ્યું છે.

શહેરના રાયજીબાગ, દિપાંજલી તેમજ રાધાકૃષ્ણ નંગરમાં ચેંકિંગ હાથ ધરાતા ઠેર ઠેર ડેન્ગ્યુના લાર્વા મળ્યા છે. શહેરમા વકરી રહેલા ડેન્ગ્યુએ તંત્રના આરોગ્ય વિભાગની પોલ ખોલી નાંખી છે.તંત્ર દ્વારા ઠેરઠેર સફાઇ કામગીરી આરંભ છે.

(3:31 pm IST)